સાબરકાંઠા: અમૂલ ફેડરેશનનું ચેરમેન પદ સંભાળ્યા બાદ શામળભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટેના ખાસ પ્રયત્નો હાથ ધરાશે.
![અમૂલ ફેડરેશનના ચેરમેન પદે સાબરડેરીના શામળભાઇની બિન હરીફ વરણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06:31:13:1595509273_gj-sbr-03-chermen-av-7202737_23072020182729_2307f_1595509049_354.jpg)
અમૂલ ફેડરેશન 38 હજાર કરોડથી વધારેનું ટર્ન ઓવર ધરાવે છે. તેમજ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બ્રાન્ડ તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યું છે. ત્યારે તેના ચેરમેન પદે સાબરડેરીના શામળભાઇ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમજ સાબર ડેરી ખાતે આવતા સ્થાનિકો તેમજ ટેકેદારો સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યુ હતું.
ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રથમ પ્રયાસ હાથ ધરાશે. આ ઉપરાંત આગામી સમયમાં પશુપાલકોને સમૃદ્ધ બનાવવા તરફ વિશેષ પ્રયત્નો કરવામાં આવશે. હાલમાં એક તરફ કોરોના મહામારી અને વૈશ્વિક મહામંદી છે. ત્યારે પડતર ભાવોને પોષણ મૂલ્ય સાથે સરખાવી પશુપાલકોને નુકસાન ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.