સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં કોઈ મોટો ધંધો રોજગાર નથી. જોકે તેની ખોટ સાબર ડેરી થકી ક્યારે વર્તાઇ નથી. જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે સભાસદોનો એકમાત્ર આશ્રયસ્થાન તેમજ તેમની જીવાદોરી સાબર ડેરી છે, પરંતુ વર્તમાન સમયે ચાલી રહેલી ભરતી કાંડને પગલે હવે જિલ્લાના સભાસદોને પણ પોતાની જીવાદોરી સામે સંકટ ઉભુ થયાની આશંકા વર્તાઈ રહી છે. સાબર ડેરીમાં દૂધના ભાવની સામે પશુ દાણના ભાવ આસમાને છે તેમજ જિલ્લામાં મોટાભાગના પશુપાલકો દિન-પ્રતિદિન ગાય ભેંસના તબેલા બંધ કરી રહ્યા છે. ત્યારે સાબર ડેરીમાં પણ દૈનિક દૂધની આવક ઘટી રહી હોવા છતાં 189 લોકોની ભરતી આ મામલે ભ્રષ્ટાચાર કરવા માટે તેમજ ચૂંટણીમાં થયેલા ખર્ચને પહોંચી વળવા માટે ભરતી કરી રહ્યા હોવાની વાત હવે સ્થાનિક સરકારી આગેવાનો લેખિતમાં કરી રહ્યા છે.
જોકે સાબર ડેરીના તંત્રને આ મુદ્દે કોઈ ફરક પડતો નથી તેમજ દૂધીયુ રાજકારણની સામે વહીવટીતંત્ર પણ જાણે કે વામણું પુરવાર થતું હોય તેમ આટલી મોટી ભરતીમાં એક પણ સરકારી પરીક્ષા જેવી સુરત ઉભી કરાઇ નથી. 189 લોકોની ભરતી આ મામલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના તમામ ધારાસભ્ય સ્થાનિક સાંસદ પ્રભારી મંત્રી તેમજ સહકાર મંત્રીને લેખિત રજૂઆત કર્યા બાદ પણ આ મુદ્દે કોઇ કાર્યવાહી થઇ નથી.
સાબર ડેરી માટે આવા ભ્રષ્ટાચારીઓની સામે પશુપાલક આંદોલન થકી અવાજ ઉઠાવનાર ચેતન પટેલ પણ ભરતી મામલે ભ્રષ્ટાચારની વાતને સમર્થન આપે છે. તેમજ જરૂરિયાત વિના કરાઈ રહેલા ભરતી કાંડ થકી પશુપાલકોનું ભવિષ્ય જોખમાય તેવી સ્થિતિ હોવા છતા કોઈ પણ રાજકીય સરકારી આગેવાન આગળ આવે તેવી સ્થિતિમાં નથી. તે બતાવે છે કે, ભ્રષ્ટાચારના મામલે ભાઈબંધી વધુ મહત્વની હોવાને પગલે સાબર ડેરીમાં કોઈપણ વ્યક્તિ ઠોસ રજૂઆત કરશે નહીં તેમજ આ ભ્રષ્ટાચાર અને સાબર ડેરી એ હવે એક બીજાના પર્યાય બનશે.
આ મુદ્દે સાબરકાંઠા જિલ્લામાં આવેલા રમતગમત પ્રધાન ઇશ્વરભાઇ પટેલને સાબર ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે પૂછતા તેમને ચૂપકીદી સેવી ચાલતી પકડી હતી. ત્યારે જાહેરમાં યોજાયેલા આ પ્રોગ્રામમાં હાજર રહેલા સૌ કોઈ પણ સાબર ડેરીના ભ્રષ્ટાચાર મામલે મંત્રી પણ કોઈ જવાબ ન આપતા સ્થાનિકોમાં પણ અચંબામાં મુકાઈ ગયા હતા. તેમજ સાબરડેરીના ભ્રષ્ટાચાર સામે કોઈપણ પ્રકારનો અવાજ ન ઉઠાવવાની વાત સામે જિલ્લા પ્રભારી તેમજ સહકાર મંત્રી પણ કોઈ શબ્દ ન બોલે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારનો રેલો ગાંધીનગર સુધી જતો હોય તેવું જણાવી રહ્યા હતા. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લાના ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ લેખિતમાં કરાયેલી રજૂઆતને પગલે નોકરી લેવા માટે લાખોની થઈ રહેલી વાતો અને ભ્રષ્ટાચાર સહિત દલિત, એસટી, એસસી એસટી, ઓબીસી સમાજને અન્યાયની વાતને સમર્થન આપ્યું હતું. તેમજ રાજ્ય સરકારને આ મામલે મધ્યસ્થ કરી ભરતી મામલે ફેરવિચારણાં કરવા અનુરોધ કર્યો હતો.
જોકે આટલા બધા આક્ષેપો લેખિત રજૂઆત ઓછી હોય તેમ સાબર ડેરીમાં ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ પરિક્ષાની પદ્ધતિ નીતિ નિયમો તેમજ ટેકનિક મુદ્દે બોલતા ભરતીમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાની વાતને વધુ સમર્થન મળ્યું હતું. આ બધી ઉત્તરવહી ઉપર બારકોડ સ્ટીકર લગાવાયું હતું. તેમજ પરીક્ષામાં પુછાવાના પ્રશ્નોનો સીલેબસ પણ આપવામાં આવ્યો ના હતો. પરીક્ષાખંડમાં ઓછી જગ્યામાં વધુ ઉમેદવારો બેસાડી માત્ર ફોર્માલિટી કરાતી હોય તેવો ઘાટ સર્જાયો હોવાની હાજર રહેલા ઉમેદવારોએ સાબરડેરીમાં ભ્રષ્ટાચારની વાતને સમર્થન આપ્યું હતું. પોતાના ભાવિ સાથે થઇ રહેલા ચેડા મામલે સાબર ડેરીના સત્તાધીશો સામે જાહેરમાં આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ મામલે સાબર ડેરીના ચેરમેનથી લઇ એમના સુધી એક પણ વ્યક્તિ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે ભ્રષ્ટાચારમાં ભાગીદાર થવા સર્જાયેલ સાબર ડેરીના ચેરમેન એમ.ડી સહિત તમામ સત્તાધીશો સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે જોવું એ રહે છે કે, આ ભરતી થકી આગામી સમયમાં કેટલા અને કેવા પરિણામો આવે છે
ઉપંરાત આ કૌભાંડ મામલે અન્ય થઈ રહેલા ઉમેદવારો સહિત જિલ્લાના પશુપાલકોને સાચો ન્યાય ક્યારે મળશે એ તો આગામી સમય જ બતાવશે.