સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તમામ તાલુકા મથક તેમજ અન્ય નાના-મોટા શહેરોમાં વાહનચોરીના બનાવો વધી રહ્યા હતા. જેના પગલે પોલીસે મોબાઇલ પોકેટ કપનો ઉપયોગ કરી 15 થી વધુ ટીમો બનાવી હતી. તેમજ એક સાથે જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર કામે લાગ્યું હતું, જેના પગલે પોલીસે આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાઓમાં કામ કરનારી ત્રણ ચોરી કરતી ચોરી કરતી ટુકડીને ઝડપી હતી. આ સાથે જ 20થી વધુ બાઇક ચોરી તેમજ અન્ય વાહનો અને એક લૂંટનો ભેદ ઉકેલી પાંચ લાખથી વધારે મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જોકે આ વાંચો મોટાભાગે હોન્ડા કંપનીના વાહનો વધારે પસંદ કરતા હતા. જેને સરળતાથી લોક તોડી તે વાહનને રાજસ્થાનમાં ઓછી કિંમતમાં વહેચી દેતા હતા. હાલમાં પોલીસે 48 વાહનચોરી તેમજ અન્ય એક લૂંટનો ભેદ ઉકેલ્યો હતો.જોકે પોલીસ આ મુદ્દે હજુ વધુ તપાસ શરૂ કરી છે.જિલ્લામાંથી વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતાઓ છે.