ભાદરવી પૂનમનો અનોખો મહિમા જોવા મળે છે. આ દિવસે ભક્તો મા અંબાને રીઝવવા માટે પૂજાપાઠ કરે છે. તેમજ અંબાજી માડીના દર્શનાર્થે જાય છે.
ખેડબ્રહ્મા માઈ મંદિરે અત્યાર સુધી 8 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. 430 સંઘ દ્વારા માતાજીએ રાત્રિ રોકાણ કરીને 130 કિલો ઘીની પ્રસાદી વહેંચી હતી.
જિલ્લા SP ચૈતન્ય માંડલિકે પરિવાર સહિત માતાજીના દર્શન કરી 108 ગજની ધજા ચડાવી હતી. માતાજીના ચાચર ચોકમાં SRP બેન્ડ દ્વારા માતાજીની આરતીની ધૂન વગાડી સમગ્ર મંદિરમાં ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું.