સાબરડેરીમાં 189 લોકોની બોગસ ભરતી કરવાના મામલે છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં પ્રકાશિત થઈ રહેલા અહેવાલને અવગણીને પણ યથાવત રાખવાના નિર્ણય સામે શુક્રવારના રોજ રાજ્ય સરકાર સફાળી જાગી છે, તેમજ રાજય રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક ધોરણે ભરતી અટકાવવાનો આદેશ કર્યો છે.
30 દિવસની અંદર અંદર ન્યાયિક તપાસ કરવાના પણ આદેશ આપવના પરિપત્રને પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે, તે રજીસ્ટાર દ્વારા કોઈપણ સહકારી માળખામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થકી ભરતીઓ થાય ત્યારે આવો આદેશ કરતો હોય છે અને સાબરડેરીમાં 189 લોકોની ભરતી મામલે રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કરતા હાલમાં ભરતી અટકાવવામાં આવી છે.
189 લોકોની ભરતી મામલે મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલના પગલે 20 લાખથી 25 લાખ સુધીના બારોબાર પૈસા આપી નોકરી લેવાતા હોવાના આક્ષેપના પગલે રાજ્ય રજિસ્ટ્રારે પરિપત્ર કરી તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે. ભ્રષ્ટાચારની ભરતી અટકાવવાના રાજસ્થાનના આદેશ બાદ સાબર ડેરીએ પણ તાત્કાલિક ધોરણે ભરતી અટકાવી છે.
અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો માટે ભ્રષ્ટાચારની ભરતી બંધ થયાનો આનંદ છે, તો બીજી તરફ કેટલાયે પશુપાલકોએ લાખો રૂપિયા જે તે વચેટિયાઓને આપી બારોબાર સેટિંગ કરવાનો પ્રયાસ કરે છે, તેમના પૈસા પણ અટકી જશે.
જો કે, આગામી સમયમાં પશુપાલકોના હિતમાં લેવાય તેમજ ચોક્કસ કોઈ એજન્સી દ્વારા કે રાજ્ય સરકાર અંતર્ગત ભરતી થાય તો સાબરડેરીની સત્યતાને કોઈ નકારી શકે તેમ નથી કે આવું ક્યારે થશે અને કઈ રીતે થશે એ તો આગામી સમય બતાવશે. પરંતુ હાલમાં રજિસ્ટ્રાર દ્વારા લેવાયેલો નિર્ણય સમગ્ર પશુપાલકોને આનંદ કરી મૂક્યા છે, ત્યારે પશુપાલક આંદોલન થકી ચેતન પટેલ કીર્તિ પટેલ સહિતના પશુપાલકોએ પણ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો.