સાબરકાંઠાઃ કોરોના મહામારી મામલે હવે ખાનગી કંપનીઓ પણ આગળ આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠાની અંબુજા એક્સપર્ટ લિમિટેડ દ્વારા 2.54 લાખ રૂપિયાનો ચેક રોગી કલ્યાણ ફંડમાં આપી રાષ્ટ્ર ભક્તિ દર્શાવી હતી.
સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે, ત્યારે આ પરિસ્થિના કારણે જિલ્લાના નાગરીકો પણ મદદ માગી રહ્યા છે. જિલ્લામાં આવેલા ગુજરાત અંબુજા એક્સપર્ટ લિમિટેડના કર્મચારીઓ દ્વારા કોરોનાની લડાઇ માટે રૂપિયા 2,54,327/- નો ચેક રોગી કલ્યાણ ફંડમાં જમા કરાવામાં આવ્યો હતો.
કોરોનાના સંક્રમણને રોકવા વહિવટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં જિલ્લાના નાગરીકો દ્વારા પણ યથાશક્તિ આર્થિક મદદ કરવામાં આવી રહી છે. જેમાં હિંમતનગર પાસેના દલપુરમાં આવેલી ગુજરાત અંબુજા એક્સપર્ટ લિમિટેડના કર્મચારીઓ દ્વારા જિલ્લા સમાહર્તા સી.જે. પટેલને મળીને જિલ્લાના રોગી કલ્યાણ ફંડમાં રૂપિયા 2,54,327નું દાન કરવામાં આવ્યું હતું.
જિલ્લા સમાહર્તા દ્વારા ચેક સ્વીકાર કરી આ તમામ કર્મચારીઓનો વહિવટી તંત્ર વતી આભાર માની આ સેવાભાવનાને બિરદાવી હતી. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ મામલે હજુ ઠોસ પગલા ભરવાની જરૂરિયાત છે. જોકે આવું ક્યારે થશે એ તો સમય જ બતાવશે.