ETV Bharat / state

રાજસ્થાનના હોટલમાલિકને સાબરકાંઠા પોલિસે અપહરણકારો પાસેથી છોડાવ્યો, 7 આરોપીઓની અટકાયત - સાબરકાંઠા

આબુ રોડથી અપહરણ કરાયેલા એક રાજસ્થાની હોટેલ માલિકને સાબરકાંઠા પોલિસે અપહરણકારોની ચંગુલમાંથી છોડાવ્યો હતો. પોલિસે આ કેસમાં સાત આરોપીઓને પણ ઝડપી લઇ તમામને રાજસ્થાન મોકલી આપ્યાં હતાં.

રાજસ્થાનના હોટલમાલિકને સાબરકાંઠા પોલિસે અપહરણકારો પાસેથી છોડાવ્યો, 7 આરોપીઓની અટકાયત

author img

By

Published : Mar 3, 2020, 10:28 PM IST

હિંમતનગરઃ રાજસ્થાનના આબુરોડથી હોટલમાલિકનું અપહરણનો ભોગ બનેલા એક વ્યક્તિને સાબરકાંઠા જિલ્લા પોલીસે આરોપીઓની ચુંગાલમાંથી સફળતાપૂર્વક છોડાવી લીધો હતો. સાથોસાથ સાત આરોપીઓની કાયદેસર અટકાયત કરી તમામને રાજસ્થાન મોકલી આપ્યાં છે.

ઘટનાની વિગત એવી છે કે, રાજસ્થાનના આબુ રોડથી ગત મોડી રાત્રીએ સાત જેટલા આરોપીઓએ તુલસી હોટલના માલિક સિદિકીનું અપહરણ કર્યું હતું. જોકે રાજસ્થાન પોલીસે મોબાઇલ લોકેશનના આધારે હોટલ માલિકને સાબરકાંઠાની હદમાં લવાયાનું ધ્યાને આવતાં સાબરકાંઠા જિલ્લા પોલીસને આ મામલે વાત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે પોશીના પોલીસમથક વિસ્તારમાં મોબાઈલ લોકેશન ઝડપાતાં ઘટનાસ્થળને કોર્ડન કરી આરોપીઓની અટકાયત કરી હતી તેમ જ વેપારીને સફળતાપૂર્વક છોડાવી લીધો હતો.

પૈસાની લેવડદેવડમાં અપહરણ કરાયું હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે, ત્યારે હાલમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે તમામ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધી તમામને રાજસ્થાન મોકલી આપ્યાં છે. તેમ જ આ મામલે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જોકે અપહરણકારોએ કયા કારણસર હોટલના માલિકનું અપહરણ કર્યું તેમ જ અપહરણ કરવા માટે કયા કારણો જવાબદાર હતાં તે જાણી શકાયું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.