સાબરકાંઠા: ચોમાસુ શરૂ થતાની સાથે જ સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓમાં ખેતીલાયક વરસાદ થતા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. હાલના સમયમાં પડી રહેલો વરસાદ દરેક પાક માટે ખૂબ મહત્વનો સાબિત થાય તેમ છે તેમજ વરસાદથી સ્થાનિક જનજીવન પર પણ વ્યાપક અસર થઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં વરસાદના પગલે ઉનાળાનો બફારો અદ્રશ્ય થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગુજરાતમાં ખરીફ પાકના વ્યવસ્થિત ઉત્પાદન માટે હાલ જે વરસાદી માહોલ છે તે યથાવત રહે તે જરૂરી છે. આગામી સમયમાં પણ જો આ જ રીતે ગુજરાત પર મેઘરાજાની કૃપા રહે તો જગતના તાતને પણ ભૂખ્યા રહેવાનો વારો નહી આવે.