સાબરકાંઠા: લોકડાઉન દરમિયાન કેટલાક લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળી રહ્યા હોવાને કારણે કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ વધતુ જાય છે. ત્યારે બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળતા લોકોને અટકાવવા અને લોકડાઉનની સૂચનાઓનું ચુસ્તપણે અમલવારી કરવા માટે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં કેટલાક વધુ નિયંત્રણો મૂક્યા છે.
જેમાં લોકોની અવર-જવર પર નિયંત્રણ
સમગ્ર સાબરકાંઠા જિલ્લાની જાહેર જનતાની સલામતી માટે કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લાના કોઈપણ વ્યક્તિએ સક્ષમ સત્તાધિકારીશ્રીની લેખિત પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય વાહન લઈને બિનજરૂરી રીતે ઘરની બહાર નિકળવું નહી કે અવર-જવર કરવી નહી અને જિલ્લાની હદ પસાર કરવી નહી અને કોઈપણ વ્યક્તિએ બહારથી આ જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહી.
સાબરકાંઠા જિલ્લાના તમામ ગામોમાં પ્રવેશ માટે તેમજ ગામમાંથી બહાર નીકળવા માટે એક રસ્તા સિવાયના અન્ય કોઇ પણ પ્રવેશ/રસ્તા ખુલ્લા રાખવાના રહેશે નહીં. અન્ય તમામ પ્રવેશ માટેના/બહાર નિકળવાના રસ્તા બેરીકેટીંગથી/સ્થાનિક વ્યવસ્થાથી સબંધિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ બંધ કરવાના રહેશે. તેમજ તેના સઘન પેટ્રોલીંગની જરૂરી અને યોગ્ય વ્યવસ્થા સ્થાનિક સ્વરાજયની સંસ્થા દ્વારા કરવાની રહેશે.
આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, ખેતી-બાગાયત તેમજ આરોગ્ય સાથે સંકળાયેલી બાબતોના પરિવહન માટે ગામના અન્ય પ્રવેશ દ્વાર/૨સ્તા, વિગેરે અવરોધ પેદા કરે તે રીતે બંધ કરવાના રહેશે નહી.
વાહનોની અવરજવર પર નિયંત્રણ
સક્ષમ અધિકારી પાસેથી જરૂરી પાસ મેળવીને નીકળતા વાહનો સહિતના તમામ વાહનોના કિસ્સામાં, અતિઆવશ્યક સંજોગો સિવાય બે પૈડાવાળા વાહનો પર એકથી વધુ વ્યક્તિ જઇ શકશો નહી તેમજ ચાર પૈડાવાળા વાહનોમાં ડ્રાઇવર સહિત કુલ 3થી વધુ વ્યક્તિ બેસી શકશે નહી. (અપવાદ:-મેડીકલ કારણોસર પ્રવાસ કરી શકશે.)
કોઈપણ વાહનમાં 14 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિ મુસાફરી કરી શકશે નહી. (અપવાદ:-મેડીકલ કારણોસરપ્રવાસ કરી શકશે.)
આવશ્યક તેમજ અન્ય ચીજવસ્તુઓના પરિવહન માટેના વાહનો (ગુડ્ઝ વ્હીકલ) ને ઉપરોક્ત પ્રતિબંધો લાગુ પડશે, નહીં પરંતુ આવા ચીજવસ્તુઓના પરિવહન માટેના વાહન (ગુડ્ઝ વ્હીકલ)માં કોઇપણ રીતે મુસાફરોને વહન કરી શકાશે નહીં.
કરિયાણું/ગ્રોસરી આઇટમ
સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કરિયાણું/ગ્રોસરી ચીજવસ્તુઓનું (ફાર્મસી/દવાઓ-મેડિકલ સ્ટોર સિવાય)વેચાણ/વિતરણ સવારે 7થી 12 કલાકના સમયગાળા દરમ્યાન થઇ શકશે ઉપરોક્ત વિસ્તારમાં દરરોજ હોમ ડીલીવરી સવારના 7થી 12 કલાકના સમયગાળા દરમ્યાન થઇ શકશે.
સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં(ગામ્ય વિસ્તાર) સહિત આવશ્યક ચીજવસ્તુઓના હોલસેલર વિક્રેતાઓ રીટેઇલરને ઉપરોક્ત સમયગાળા ડીલીવરી કરી શકશે. પેકેજીંગ માટે ઉપરોકત સમયગાળા દરમ્યાન સોશિયલ ડીસ્ટન્સ જાળવીને કામગીરી કરી શકાશે.
હોમડીલીવરી માટે જયારે હોલસેલર અથવા રીટેઇલર પોતાના સ્ટોર/દુકાનમાંથી સામાન બહાર કાઢતા હોય તે સમયે રીટેલ ગ્રાહકોને વેચાણ કરી શકાશે નહી.
શાકભાજી/ફળફળાદી
અરવલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શાકભાજી કે ફળફળાદી વેચવા માટે નક્કી કરેલ સમય સિવાય બેસી શકશે નહિ.એ.પી.એમ.સી. ખાતે હરાજી સમયે સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. તેમજ સવારના 7 કલાકથી 10 કલાકના સમયમાં હોલસેલર પાસેથી રીટેલર ખરીદી કરીને લઈ જઈ શકશે.
સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે સવારે 7 થી 10 કલાકના સમયગાળા દરમ્યાન શાકભાજી કે ફળફળાદી વેંચવા માટે રીટેઈલ માર્કેટમાં બેસીને વેચાણ કરી શકાશે. ઉપરોકત વિસ્તારમાં દરરોજ હોમ ડીલીવરી કે ફેરી કરીને સવારે 7 કલાકથી 12 કલાકના સમયગાળા દરમ્યાન વેચાણ/વિતરણ થઇ શકશે. આવી રેકડી (શાકભાજી, ફળ-ફળાદીની) પર ૨(બે) થી વધુ વ્યક્તિઓ એકી સાથે ઉભા રહી શકશે નહિ, અને બે રેકડીઓ તેમજ રીઇટેલ શોપ વચ્ચે લધુત્તમ 50 મીટરથી ઓછું અંતર રાખવાનું રહેશે નહી.
દૂધ વિતરણ
સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં દૂધનું વિતરણ/વેચાણ કરતી વખતે આવા દૂધ વેતરણ કેન્દ્રો પર સોશિયલ ડીસટન્સનો સંપુર્ણપણે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
અન્ય બાબતો
પશુદાણ, ઘાસચારા વિગેરેના એકમો સવારે 7 થી 10 કલાકના સમયમાં ખુલ્લા રાખી શકાશે.
કૃષિ વિષયક એકમો સવારે 7 થી 10 કલાક સુધીના સમયગાળામાં જ ખુલ્લા રાખી શકાશે
અપવાદ
કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના વિવિધ જાહેરનામા/આદેશોથી જે બાબતો પર પ્રતિબંધ મુકેલ નથી તે બાબતો આ જાહેરનામાથી પ્રતિબંધિત ગણાશે નહી.
સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તે તેમજ હોમગાર્ડ કે સરકારી કે અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ અથવા કામગીરીમાં હોય, સરકારશ્રી ધ્વારા જાહેર કરેલ રોજિંદાજીવન માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.
જો કે આજે જાહેર થયેલા જાહેરનામા નો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-135, 139 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે નવું પ્રસિદ્ધ થયેલું જાહેરનામું કેટલા અંશે સફળ રહે છે.