ETV Bharat / state

કોરોના વાઇરસ મુદ્દે પોસ્ટ વિભાગની કાબીલ કામગીરી, વડીલોને ઘેર બેઠા મેડિકલ સેવા - corona efect

કોરોનાના કહેર વચ્ચે પણ પોલીસ અને મીડિયાના લોકો ફન્ટ્રલાઇન વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીના 1130 પોસ્ટ વિભાગના કર્મીઓ સામાન્ય દિવસોમાં લોકોના ઘર સુધી પોસ્ટ, કુરીયર કે, અન્ય પાર્સલ સુવિધાઓ હોમ ડિલિવરી કરી લોકોને જરૂરિયાત પૂરી પાડે છે.

કોરોના વાઇરસ મુદ્દે પોસ્ટ વિભાગની કાબીલ કામગીરી, વડીલોને ઘેર બેઠા મેડિકલ સેવા

author img

By

Published : May 6, 2020, 12:43 PM IST

સાબરકાંઠાઃ કોરોના વાઇરસ સામેના જંગમાં આરોગ્ય, પોલીસ અને મીડિયાના લોકો ફન્ટ્રલાઇન વોરિયર્સ તરીકે કામ કરી રહ્યા છે. ત્યારે પોસ્ટના કર્મીઓએ પણ લોકોમાં ઘરમાં જ રહે તે હેતુથી 700થી વધારે ગંભીર હાલતમાં પીડાતા દર્દીઓને ઘેર બેઠાં દવા તેમજ મેડિકલ સેવા પહોંચાડી છે.

સાબરકાંઠા અને અરવલ્લીના 1130 પોસ્ટ વિભાગના કર્મીઓ સામાન્ય દિવસોમાં લોકોના ઘર સુધી પોસ્ટ, કુરીયર કે અન્ય પાર્સલ સુવિધાઓ હોમ ડિલીવરી કરે છે. પણ આ સંકટના સમયે પોસ્ટના કર્મીઓની જવાબદારી વિશેષ બની જતી હોય છે.

કેન્દ્ર સરકારે પણ લોકો ઘરની બહાર ન નીકળે તે માટે આવશ્યક સેવાઓ માટે હોમ ડિલિવરીનો આગ્રહ રખાયો છે. ત્યારે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના પોસ્ટવિભાગના કર્મચારીઓએ અન્ય જિલ્લા કે, તાલુકામાંથી આવતી દવાઓને ગંભીર રોગથી પીડાતા હોય તેવા 734 દર્દીઓને ઘર સુધી પંહોચાડવાનું અમૂલ્ય કાર્ય કર્યુ છે.

તો વળી 658થી વધુ મેડિકલ પાર્સલ બુક કરીને અન્ય જિલ્લામાં પંહોચાડવાનું કામ પોસ્ટ વિભાગ દ્વારા થઇ રહ્યું છે. લોકડાઉનના સમયમાં જિલ્લાની ગંગા સ્વરૂપ બહેનો ઘરની બહાર નિકળી ક્યાંક કોરોના સંક્રમણનો ભોગ ન બને તેમજ આર્થિક સંકટનો સામનો ન કરવો પડે તે માટે પોસ્ટ વિભાગના 51થી વધુ પોસ્ટમેન અને 864 ગ્રામિણ ડાક સેવા કર્મીઓએ 17,870 બહેનાના ઘરે જઇ રૂપિયા 3.98 કરોડથી વધુની મૂડી તેમના હાથમાં સોંપી છે. જ્યારે આવા જ ગ્રામિણ વિસ્તારના લોકો બેંક સુધી ન જઇ શકે તો તેમના બેંક એંકાઉન્ટના નાંણા પંહોચાડવાની સેવા આ પોસ્ટકર્મીઓએ કરી જેમાં આધારકાર્ડ સાથે લિન્કઅપ ધરાવતા 10, 429 ખાતાધારકોને રૂપિયા 1.90 કરોડ બેંકના પગથિયે ગયા વિના જ ઘરે બેઠા મળી ગયા છે.

પોસ્ટના કર્મીઓ માત્ર કામ જ નથી કરતા પરંતુ સાથે સાથે કોરોના જાગૃતિનું પણ કામ કરી રહી રહ્યા છે, ત્યારે કોરોના સામેની જંગમાં પોસ્ટના કર્મીઓ સાચા વોરીયર્સ બની રહ્યા છે ત્યારે અન્ય વિભાગમાં લોકો પણ વૈશ્વિક મહામારી સામે બનતી તમામ મદદ કરી તે ઇચ્છનીય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.