ETV Bharat / state

ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલના મયુર ઠાકોરનો નેશનલ ખો- ખો ટીમમાં સમાવેશ - ઉમાશંકર જોશી તેમજ પન્નાલાલ પટેલ

સાબરકાંઠાના ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલમાં (Sir Pratap High School of Idar) અભ્યાસ કરતા મયુર ઠાકોરની (Mayur Thakor) નેશનલ ખો- ખોની ટીમમાં (National Kho Kho team) સમાવેશ થતા શાળા પરિવાર સહિત સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાનું નામ કેન્દ્ર કક્ષાએ ગુંજવા લાગ્યું છે. નેશનલ ખો- ખોની અંડર ફોર્ટીન ટીમમાં મયુર ઠાકોરની પસંદગી થતા ઇડરના શહેરીજનો સહિત સાબરકાંઠા વાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

National Kho Kho team
National Kho Kho team
author img

By

Published : Nov 18, 2021, 9:55 AM IST

  • ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલના વિદ્યાર્થીનો નેશનલ ખો- ખોની ટીમમાં સમાવેશ
  • મયુર ઠાકોરની અંડર ફોર્ટીનની નેશનલ ખો- ખોની ટીમમાં સમાવેશ
  • ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલનું નામ પણ સર પ્રતાપ હાઇસ્કૂલ સાથે જોડાયેલું

સાબરકાંઠા: ગુજરાતી સાહિત્યના વિવિધ એવોર્ડથી સન્માનિત થઈ ચૂકેલા તેમજ ઘરઘરમાં ગુંજતા રહેલા ઉમાશંકર જોશી તેમજ પન્નાલાલ પટેલનું (Umashankar Joshi and Pannalal Patel) નામ ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલ સાથે જોડાયેલું છે. તેમનો અભ્યાસ સર પ્રતાપ હાઇસ્કૂલમાં (Sir Pratap High School of Idar) થયો હતો. હાલમાં ઇડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા મયુર ઠાકોરની (Mayur Thakor) અંડર ફોર્ટીનની નેશનલ ખો- ખોની ટીમમાં (National Kho Kho team) સમાવેશ થતા હવે સર પ્રતાપનું નામ નેશનલ કક્ષાએ ગાજતું થયું છે.

ઇડરની સર પ્રતાપ હાઇસ્કૂલના મયુર ઠાકોરનો નેશનલ ખો- ખો ટીમમાં સમાવેશ

ગુજરાતના ડાંગમાં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેશે

મયુર ઠાકોર સર પ્રતાપ હાઇસ્કૂલમાં (Sir Pratap High School of Idar) અભ્યાસ કરવાની સાથોસાથ બાળપણથી જ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવાથી અભ્યાસની સાથોસાથ વિવિધ ખેલકૂદમાં પણ અગ્રેસર રહેતો હતો. જોકે ખો- ખોમાં વિશેષ દિલચસ્પી હોવાને પગલે ગુજરાત કક્ષાની ખો- ખોની સ્પર્ધા પાલનપુર ખાતે યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ ખો- ખોની (Mayur Thakor) રમત માટે અંડર ફોર્ટીનની ટીમમાં ઇડરના મયુર ઠાકોરની પસંદગી થઇ છે. જેના પગલે હવે મયુર ઠાકોર રાષ્ટ્રીય ખો- ખોની ટીમ માટે ગુજરાતના ડાંગમાં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે.

કોઈપણ કસોટીમાંથી પસાર થવા તૈયાર

દેશ માટે એવોર્ડ જીતવાનું સ્વપ્ન બાળપણથી હતું, જે આગામી સમયમાં ભારતીય ટીમમાં સામેલ થવાની સાથોસાથ દેશ માટે મેડલ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થાય તો નવાઈ નહીં. મયુર ઠાકોર (Mayur Thakor) પોતાની સિદ્ધિ માટે ગૌ શાળા પરિવાર તેમજ કોચનો આભાર માને છે તેમજ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવા આતુર છે. સાથોસાથ ભારતનું નામ રોશન થાય તે માટે કોઈપણ કસોટીમાંથી પસાર થવા તૈયાર છે.

મયુરે તેની સિદ્ધિ મેળવવા માટે તનતોડ મહેનત કરી

મયુર ઠાકોરની રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી અંડર ફોર્ટીન ખો- ખોની સ્પર્ધામાં (National Kho Kho team) પસંદગી થતા સૌથી વિશેષ ખુશી તેમના કોચની રહેલી છે. આ અંગે તેમના ટ્રેનર તેમજ કોચનું માનવું છે કે મયુર (Mayur Thakor) તેની સિદ્ધિ મેળવવા માટે તનતોડ મહેનત છેલ્લા કેટલાય સમયથી કરતો રહ્યો છે. તેમજ આગામી સમયમાં સપનાની સિદ્ધિ માટે કઠિનમાં કઠિન પરિસ્થિતિમાંથી પણ રસ્તો મેળવી લેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સ રેકેટની શંકામા વધારો: દ્વારકા જિલ્લામાંથી ફરી વખત ઝડપાયું 120 કરોડનું ડ્રગ્સ

ઇડરના શહેરીજનો અને સાબરકાંઠા જિલ્લામાં પણ ખુશી વ્યાપી

મયુર ઠાકોરની અંડર ફોર્ટીન ટીમમાં પસંદગી થતા આગામી સમયમાં સર પ્રતાપ હાઇસ્કૂલના (Sir Pratap High School of Idar) વિદ્યાર્થી રહી ચૂકેલા ઉમાશંકર જોશી તેમજ પન્નાલાલ પટેલની (Umashankar Joshi and Pannalal Patel) સાથે હવે મયુર ઠાકોરનું પણ નામ જોડાશે. જે સ્થાનિક કક્ષાએ અભ્યાસ કરનારા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. હાલમાં મયુર ઠાકોરની પસંદગી થતા શાળા પરિવાર સહિત ઇડરના શહેરીજનો અને સાબરકાંઠા જિલ્લામાં પણ ખુશી વ્યાપી છે. જે મયુર ઠાકોરની જીત માટે તેમજ તેના ઉત્સાહને વધારવા માટે મહત્વની બની રહેશે.

આ પણ વાંચો: વડોદરા દુષકર્મ મામલોઃ વડોદરાના વેકસીન કેમ્પસમાં દુષ્કર્મ કેસની તપાસનો ધમધમાટ

દેશ માટે એવોર્ડ જીતવાનું સ્વપ્ન

મયુર ઠાકોર દેશ માટે એવોર્ડ જીતવાનું સ્વપ્ન બાળપણથી સેવેલું હતું. જે આગામી સમયમાં ભારતીય ટીમમાં સામેલ થવાની સાથોસાથ દેશ માટે મેડલ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થાય તો નવાઈ નહીં. મયુર ઠાકોર (Mayur Thakor) પોતાની સિદ્ધિ માટે શાળા પરિવાર તેમજ કોચનો આભાર માને છે તેમજ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કરે છે. જોકે અંડર ફોર્ટીનની ખો- ખોની (National Kho Kho team) ટીમમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલા મયુર ઠાકોર આગામી સમયમાં સફળ રહી ઇડર સહિત સાબરકાંઠા અને ગુજરાતની શાન બને તો નવાઈ નહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.