- ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
- રાજ્ય પ્રધાન દેવાભાઈ માલમના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
- રાજ્યકક્ષાના મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
ખેડબ્રહ્મા: સાબરકાંઠાની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ (Khedbrahma Civil Hospital)માં રાજ્ય પ્રધાન દેવાભાઈ માલમ (Devabhai Punjabhai Malam)ના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું, તેમજ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી રાજ્ય સરકાર (State Government)ની વિવિધ યોજનાઓ પહોંચાડવા માટેનો સંકલ્પ કર્યો હતો. મહામારી દરમિયાન સૌથી વધુ દયનીય પરિસ્થિતિ ઓક્સિજનના અભાવના કારણે પીડાતા દર્દીઓની થઈ હતી.
દેવાભાઈ માલમના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
![દેવાભાઈ માલમના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13288051_oxygen_b.jpg)
જો કે છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર દ્વારા દરેક સામુહિક આરોગ્ય કેન્દ્ર સુધી ઓક્સિજન પ્લાન્ટ નાખવાનું શરૂ કરાતા આજે સાબરકાંઠાની ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. ગુજરાત રાજ્યના ગૌસંવર્ધન અને પશુ સુધારણા પ્રધાન દેવાભાઈ માલમના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતુ.
પ્રતિ સેકન્ડ 700 લીટર ઓક્સિજન મળશે
![દરેક દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13288051_oxygen_a.jpg)
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા ખાતે સ્થાપિત કરાયેલા ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ સેકન્ડ 500 લિટર ઓક્સિજન 110 બેડ સુધી પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે પ્રતિ સેકન્ડ 200 લીટર ઓક્સિજન પ્લાન્ટ કાર્યન્વિત છે, ત્યારે આગામી સમયમાં પ્રતિ સેકન્ડ 700 લીટર ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ વડે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દરેક દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સંભવિત ત્રીજી લહેર પહેલા મહત્વનું પગલું
કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા લેવાયેલું આ પગલું સ્થાનિક જનતા માટે મહત્વનું બની રહ્યું છે. આગામી સમયમાં જો કોરોના મહામારીની ત્રીજી લહેર આવે તો હવે સ્થાપિત કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટ વડે દર્દીઓને સુવિધા આપવામાં સરકારને સરળતા રહેશે.
આ પણ વાંચો: કોરોના કેસમાં વધારો: રાજ્યમાં 24 કલાકમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 180