- સાબરકાંઠાના હિમતનગર ખાતે એસ.ટી કર્મચારીઓ હડતાલમાં જોડાશે
- 20 જેટલી માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી
- અન્ય રાજ્યના પ્રવાસીઓને મુશ્કેલી પડી શકે
સાબરકાંઠાઃ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્ય એસટી નિગમના(ST Corporation) કર્મચારીઓ તેમજ સરકાર વચ્ચે વિવિધ માંગણીઓના પગલે અનહન ચાલી રહી છે. જો કે 15 દિવસ અગાઉ એસટી કર્મચારી(ST employee) સંઘ દ્વારા 20 જેટલી માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. જો કે 15 દિવસ નો સમયગાળો પૂર્ણ થવા છતાં માંગણી મામલે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિવેડો ન આવતાં એસટી કર્મચારી સંઘ હડતાલ મુદ્દે અડગ છે.
40 હજારથી વધારે કર્મચારીઓ હડતાલ પર જશે
આજે રાત્રેના 12 વાગ્યાથી ગુજરાતના 40 હજારથી વધારે કર્મચારીઓ તમામ ડેપો થી અળગા રહેશે. જેના પગલે ગુજરાતની તમામ એસટી બસો બંધ થઈ શકે છે. જોકે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા (Sabarkantha)જિલ્લાના આઠ ડેપો સહિત અરવલ્લી (Aravalli)જિલ્લામાં પણ હડતાળની વ્યાપક અસર જોવા મળી શકે છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રતિદિન 35થી 40 લાખની આવક સાથે એક લાખ 25 હજારથી વધારે મુસાફરો માટે મુશ્કેલી પડી શકે છે. સાથે સાથે સાબરકાંઠા જિલ્લો મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે સેતુરૂપ હોવાના પગલે અન્ય રાજ્યોના પ્રવાસીઓને પણ મુશ્કેલી નો સામનો કરવો પડે તેમ છે. જેમાં સાબરકાંઠાના 8 ડેપો સહિત 560 જેટલા રૂટ ઉપર દોડતી એસટી બસ બંધ થવાથી વિદ્યાર્થીઓ સહિત કાયમી અપડાઉન કરનારા લોકો માટે પણ ભારે પરેશાની થઈ શકે છે.
20 પડતર માંગણીને લઈને આંદોલન
દિન-પ્રતિદિન વધી રહેલી મોંઘવારી મામલે આ વખતે કર્મચારીઓ માટે 20 જેટલી પડતર માંગણીઓ સૌથી મોટો મુદ્દો મોંઘવારી ભથ્થાનો રહેલો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 28 ટકા જેટલો મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. જ્યારે એસટી કર્મચારીઓ ને માત્ર 12 ટકા જેટલું મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. જેનાથી ભારે વિરોધાભાસ સર્જ્યો છે અને સાથે સાથે પગાર ધોરણમાં પણ વિસંગતતા હોવાથી એસટી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે અગાઉના સમયમાં વિવિધ બેઠકો કરી હડતાલ પૂર્વે જ રાજ્ય સરકાર દ્વારા કેટલીક માંગો સ્વીકારી મૂળભૂત માંગો પર કોઈ નિર્ણય ન લેવાતા આ વખતે એસટી નિગમના વિવિધ ત્રણ જેટલા સંઘ એકરૂપ બની રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે.
રોજિંંદા મુસાફરી કરતા લોકોને હાલાકી
જોકે રાજ્ય સરકાર તેમજ કર્મચારી મંડળ વચ્ચે સર્જાયેલી આ મડાગાંઠ ના પગલે હડતાળ યોજાય તો રોજિંંદા અપડાઉન કરનારા મુસાફરો સહિત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ ભોગવવાનું આવશે તે નક્કી બાબત છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય લેવાય તે સમયની રાહ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ડેકોરેશન કામ કરતા યુવકે મિત્ર પર કોન્ટ્રાક્ટ બાબતે અસ્ત્રો વડે કર્યો હુમલો
આ પણ વાંચોઃ ગાંધીનગરના બાળ સંરક્ષણ ગૃહમાંથી 3 કિશોરો લોખંડની ગ્રીલ તોડી ભાગી ગયા