સાબરકાંઠામાં ગરમીનો પારો ઉંચો ચડ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાનું ઇડર પણ ગરમીથી ધગધગી ઊઠયું છે. છેલ્લા બે દિવસથી ઇડર ગઢના પથ્થર તપતા વાતવરણમાં ઉકળાટ વ્યાપી ગયો છે. ત્યારે બપોરના સમયે લોકો ગરમ પવન અને લૂનાં કારણે ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું.
તો ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા પિતા જોવા મળ્યા હતા. ગઈ કાલે ઇડરમાં 42 ડીગ્રી ગરમી હતી તો આગામી 42 ડીગ્રી કરતા પણ વધુ ગરમી નોંધાઇ શકે તેવી શક્યતા છે. ઈડર ખાતે આવેલી રેફરલ હોસ્પીટલમાં ગરમીને લઈને દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. અત્યારે 10 ટકાથી વધુ દર્દીઓ વધ્યા છે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધુ દર્દીઓનો વધારો થશે તેમાં નવાઈ નથી.