જિલ્લામાં આરોગ્યની સેવાઓ સારી મળે રહે અને કર્મચારીઓને પ્રાથમીક સારવારની સજ્જતા આવે અને લોકોને સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગે ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડીકલ ઈમરજન્સી સેવાઓ જેવી 32 પ્રકારની બીમારીઓમા ભોગ બનનારની કેવી રીતે મદદ કરી શકાય તે વિશે પ્રત્યક્ષ નિદર્શન દ્રારા તાલીમ આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજમાં યોજાઇ ત્રિ-દિવસીય કાર્યશાળા
સાબરકાંઠા: જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્દઢ બને અને જિલ્લાના કર્મચારીઓને પ્રાથમિક સારવારની સજ્જતા આવે તે માટે હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઉપક્રમે ત્રિ-દિવસીય કાર્યશાળા યોજાઇ હતી.
જિલ્લામાં આરોગ્યની સેવાઓ સારી મળે રહે અને કર્મચારીઓને પ્રાથમીક સારવારની સજ્જતા આવે અને લોકોને સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગે ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મેડીકલ ઈમરજન્સી સેવાઓ જેવી 32 પ્રકારની બીમારીઓમા ભોગ બનનારની કેવી રીતે મદદ કરી શકાય તે વિશે પ્રત્યક્ષ નિદર્શન દ્રારા તાલીમ આપવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્દઢ બને અને જિલ્લાના કર્મચારીઓને પ્રાથમિક સારવારની સજ્જતા આવે તે માટે હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઉપક્રમે ત્રિ-દિવસીય કાર્યશાળા યોજાઇ હતી.
કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત થાય અથવા અચાનક બીમાર પડે તો શરૂઆતના તબક્કામાં કરવામાં આવતી મદદને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે. પ્રાથમિક સારવારનો અર્થ વ્યક્તિને વધારે નુકશાન થતુ રોકવુ અને તેની તબિયતમાં સ્થિરતા લાવવાનુ છે જયાં સુધી દર્દીને ૧૦૮ એમ્બુલન્સ આવે કે ડૉક્ટર પાસે ન પહોંચે ત્યાં સુધી આપવામાં આવતી સારવાર. પ્રથમ મદદગાર વ્યક્તિ દ્રારા લેવામાં આવેલા પગલા ઘણીવાર ભોગ બનનાર વ્યક્તિના જીવને બચાવી લે છે. આ તાલીમ પામેલા કર્મીઓ રોડ અકસ્માતનો ભોગ બનનાર, સાથી કર્મીઓ,પોતાની આસપાસના લોકોને મદદરૂપ થઈ શકે છે.
આ તાલીમમાં તાત્કાલિક સારવાર માંગતી મેડીકલ ઈમરજન્સી જેવી કે શ્વાસોચ્છવાસમાં તકલીફ,રક્ત સ્ત્રાવ, ડુબવુ,દાઝવુ,સૂર્યાઘાત,સર્પદંશ,ગર્ભાવસ્થા અને તેને લગતી ઈમરજન્સી,હદય અને ફેફસાને નવજીવન, આપઘાત, અસ્થિ ભંગ,વાતાવરણને લગતી ઈમરજન્સી,લકવો, લોહીમાં સાકર ઘટવી,વિષ વિકાર અને દવાઓના અતિસેવન,પીડીયાટ્રીક,ટ્રોમા વગેરે જેવી ૩૨ પ્રકારની બીમારીઓમા ભોગ બનનારની કેવી રીતે મદદ કરી શકાય તે વિશે પ્રત્યક્ષ નિદર્શન દ્રારા તાલીમ આપવામાં આવી હતી.