ETV Bharat / state

ચૂંટણીમાં મતદાનને લઈને કિન્નર સમાજ આવ્યો આગળ

સાબરકાંઠામાં ચૂંટણીમાં મતદાનને લઈને કિન્નર સમુદાય (Kinnar community voting in Sabarkantha) આગળ આવ્યો છે. કિન્નર સમાજના માસીએ કહ્યું, અમે સમાજના દરેક પ્રસંગે લગ્ન, બાળકનો જન્મ, જનોઈ, શ્રીમંતો અમે લોકોને દુવાઓ, આશિર્વાદ આપીએ છીએ. ત્યારે આ લોકશાહીના અનેરા પાવન પ્રસંગે અમે પાછળ કેવી રીતે રહી શકીએ. (Gujarat Assembly Election 2022)

ચૂંટણીમાં મતદાનને લઈને કિન્નર સમાજ આવ્યો આગળ
ચૂંટણીમાં મતદાનને લઈને કિન્નર સમાજ આવ્યો આગળ
author img

By

Published : Nov 25, 2022, 11:09 AM IST

સાબરકાંઠા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોમાં (Voters in Gujarat) આ વખતે અનેરો ઉત્સાહ જોવા મળે છે. તો લોકો ઠેર ઠેર મતદાન જાગૃતિને લઇને અવનવા પોસ્ટરો પણ લગાવે છે, ત્યારે સાબરકાંઠામાં મતદાનને લઈને કિન્નર સમુદાય આગળ આવ્યો છે. કિન્નરી સમાજના સોનલ માસીએ કહ્યું કે, ભારતના બંધારણે ભારતીય નાગરીકોને મત કરવાનો અધિકાર આપ્યો છે. જો આપણે તમામ અધિકારોને ક્યારેય જતા નથી કરતા તો મતદાનના અધિકારને માત્ર ફરજ સમજી કેમ જતો કરીએ છીએ. ક્યારેક વ્યસ્તતા કે અન્ય બહાનું બતાવી આપણી આ પવિત્ર ફરજને નથી નિભાવતા. જે આપણી લોકશાહી સાથે આપણે ચેડા કરી રહ્યા છીએ. (Kinnar Community voting)

કિન્નર સમુદાય સોનલ માસીએ કહ્યું હતું કે, વર્ષ 2014થી સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને અન્ય જાતિ કેટેગરીમાં (Kinnar community voting in Sabarkantha)સમાવિષ્ટ કરવામાં આવી છે, ત્યારથી અમને ટ્રાન્સજેન્ડર તરીકે સ્વતંત્ર રીતે મતદાન કરવાનો હક્ક મળ્યો છે. આ અગાઉ અમે પુરુષ અથવા સ્ત્રી કેટેગરીમાં મતદાન કરતા હતા. વર્ષ 2014થી લઇને અત્યાર સુધીમાં દરેક ચૂંટણીમાં અમે અચૂકથી મતદાન કર્યું છે. (New voters in Gujarat elections)

મતદાનથી આનંદ વધુમાં માસીએ કહ્યું હતું કે, મતદાન કરીને ભારતીય નાગરિક હોવાના અનેરા આનંદ સાથે ગર્વની લાગણી અનુભવાય છે. તેમાં પણ ખાસ કરીને જ્યારે અન્ય જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર માટેની અલાયદી કેટેગરીમાં મત આપીએ છીએ, ત્યારે અમે પણ સમાજનો અભિન્ન હિસ્સો છીએ તેવી અનુભૂતિ થાય છે. અમે સમાજનો હિસ્સો છીએ. સમાજના દરેક સારા પ્રસંગે લગ્ન, બાળકનો જન્મ, જનોઇ, શ્રીમંતો જેવા પ્રસંગે જઈને અમે લોકોને દુવાઓ, આશિર્વાદ આપીએ છીએ. ત્યારે આ લોકશાહીના અનેરા પાવન પ્રસંગે અમે પાછળ કેવી રીતે રહી શકીએ. (Kinnar community voters in Gujarat)

મતદાનને લઈને અપીલ વધુમાં સોનલ માસીએ કહ્યું હતું કે, મને પૂરી ખાત્રી છે કે મારા સમાજના દરેક લોકો આ લોકશાહીના અવસરમાં સામેલ થશે જ. એમ અન્ય સમાજના લોકોને અપીલ છે કે તેઓ પણ આ અવસરમાં સંમેલીત બને અને અચુક મતદાન કરે. હું દરેક ચૂંટણીમાં મત આપ્યો છે, કેમકે મને મારા મતની તાકાત ખબર છે. મત આપીને ભારતીય હોવાનો આત્મસંતોષ થાય છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.