- સાબરકાંઠાના વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત
- જિલ્લામાં ઘઉં તેમજ તમાકુનો પાક લેવાનો બાકી
- ઉનાળુ વાવેતર ઉપર પડી શકે છે ભારે અસર
સાબરકાંઠા: જિલ્લાના 8 તાલુકાઓમાં હજુ ઘણા ખેડૂતોને ઘઉં જ તમાકુનો પાક લેવાનો બાકી છે. તો બીજી બાજુ, તૈયાર પાક હોવા છતાં વરસાદી માહોલ થતા જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવે તેમ છે. ગત મોડી રાતથી જ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદી વાદળ છવાતા જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં હજુ કેટલાય ખેડૂતોને ઘઉં અને તમાકુનો પાક લેવાનો બાકી છે. તેમજ તૈયાર પાક હોવા છતાં વરસાદી વાતાવરણ સર્જાય તો ખેડૂતના હાથમાંથી તૈયાર પાક છીનવાઈ જાય તેવું વાતાવરણ સર્જાયુ છે. હાલમાં, ઉનાળાની શરૂઆત થવાની સાથોસાથ જિલ્લામાં ગરમીનો પારો પણ દિન-પ્રતિદિન વધી રહી છે. જોકે, ખેડૂતોને તૈયાર પાક લેવાની મોસમ ચાલી રહી છે. મોટાભાગના ખેડૂતો ઘઉં અને તમાકુનો પાક લઈ ચૂક્યા છે.
આ પણ વાંચો: રાજ્યના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી છવાયો વરસાદી માહોલ
કોરોના મહામારી વચ્ચે વાતાવરણનો બદલાવ ચિંતાનું કારણ
કોરોના મહામારીને પગલે ખેડૂતોએ ઘણું ભોગવવાનું આવ્યું છે. ત્યારે, વર્તમાન સમયે અચાનક થયેલા વાતાવરણમાં પલટાના પગલે પણ ખેડૂત આલમ માટે ગંભીર પરિણામ આવી શકે છે. હજુ સુધી શિયાળુ પાક લઈ શકાયો નથી. તેવા સમયે, વરસાદી માહોલ સર્જાયો હતો ઘઉં તેમજ તમાકુના પાક ઉપર વરસાદની વિપરીત અસર થઇ શકે છે. સાથોસાથ ઉનાળુ વાવેતર માટે પણ વરસાદી માહોલ ખેડૂતોને રાતા પાણીએ રડાવી શકે છે. જોકે, આગામી સમયમાં વરસાદી વાતાવરણ સર્જાશે તો ખેડૂતોને પારાવાર નુકસાન જાય તે નક્કી છે. જોકે, હજી ઘણી મોટી સંખ્યામાં ખેડૂતોએ પાક લેવાની તજવીજ હાથ ધરી છે. આગામી સમયમાં ઉત્પાદન થનારા પાકને અસર થઇ શકે તેમ છે. ત્યારે, હાલમાં સર્જાયેલા વરસાદી વાતાવરણથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. જોકે, હજુ સુધી વરસાદી થયો નથી ત્યારે, આગામી સમયમાં જ વરસાદી વાતાવરણ સર્જાય તો ખેડૂત માટે ભારે સમસ્યા સર્જાઈ શકે છે.
આ પણ વાંચો: જગતના તાત માથે ચિંતાના વાદળ ઘેરાયા