સાબરકાંઠા: જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુર ગામના ખેડુત શક્તિસિંહ રહેવરે જિલ્લા રોગ કલ્યાણ ફંડમાં રૂ. 1,11,000નું દાન કર્યું છે. દેશની સેવા માટે સરહદ પર જવુ જરૂરી નથી. પણ જે તે જગ્યાએ રહીને પણ દેશ સેવા કરી શકાય છે.તે સમજાવવાનો પ્રયાસ કરાયો છે. જગતના તાત કહેવાતા ખેડુત કોરોના મહામારી સામે લડવા સરકારની પડખે ઉભા રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા કોરોનાની લડાઇમાં કોઇ ને કોઇ રીતે મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે કોરોના મહામારી સામે રૂ. 1,11,000/-નો ચેક જિલ્લા સમાહર્તાને અર્પણ કર્યો હતો.

વધુમાં જણાવતા તેઓ કહે છે કે, અમારા ગામમાં તમામ નાગરીકો દ્રારા સરકારના દરેક આદેશનુ પાલન કરવામાં આવે છે. તેમજ ગામના તમામ નાગરીકો સોશિયલ ડિસ્ટસીંગનું પાલન કરે છે. ગ્રામ પંચાયત દ્રારા ગામમાં વિના મુલ્યે માસ્કનુ વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ગામડાના ખેડૂતો વહીવટી તંત્ર પ્રત્યે આ પ્રકારનો સહયોગ આપતા થાય તો વહીવટીતંત્ર પણ વધુ મજબૂત બની શકે તેમ છે.
શક્તિસિંહ રહેવરની ભારતીય જાગૃત નાગરીક તરીકે વહિવટી તંત્રને મદદરૂપ થવાની ભાવનાને જિલ્લા વહિવટી તંત્ર તેમજ જિલ્લા સમાહર્તા દ્વારા બિરદાવવામાં આવી હતી. જોકે સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તેમજ ભારતના દરેક ગામડાઓમાં જગતના તાત સરકારને સહાયમાં આગળ આવે તો કોરોના મહામારી સામે દેશ મજબૂતાઈથી ટકી શકે તેમ છે.