સાબરકાંઠા : રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ કે ડ્રગ્સ સપ્લાય (Drugs seized in Himmatnagar) હજુ પણ બેફામ થઈ રહ્યું છે. ડ્રગ્સ સપ્લાયર અનેક વાર પોલીસના હાથે પણ લાગી જાય છે. કડક કાર્યવાહી કરવામાં આવે છે, તે છતાં પણ ડ્રગ્સ માફિયાઓ હેરાફેરી અટકવાનું નામ નથી લેતી, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા પોલીસે ચાર લાખનું MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ સાથે 9 જેટલા આરોપીઓની ધરપકડ કરતા ચકચાર મચી છે. તેમજ અન્ય વધુ એક આરોપીને (Sabarkantha Drugs Case) ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા
કેવી રીતે પોલીસે પકડ્યા - સાબરકાંઠા જિલ્લા ગતરાત્રિએ પૂર્વ બાતમીના આધારે હિંમતનગર સબજેલની સામેથી પસાર થતી બાઈક ઉપર બે શખ્સોને ઝડપી તપાસ કરતા 35 ગ્રામ જેટલું MD ડ્રગ્સ ઝડપાયું હતું. સાથોસાથ યુવા ધનને બરબાદ કરનારા આ ડ્રગ્સ મામલે SOG પોલીસી ગંભીરતાથી તપાસ હાથ ધરતા ચાર લાખથી વધુના મુદ્દામાલ સાથે 9 આરોપીઓની અટકાયત કરી છે. ગુજરાતથી રાજસ્થાન સુધીના નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી હિંમતનગરમાં છ જેટલા આરોપીઓને પહોંચાડવાના હતા. તેમજ આરોપીઓ આ ડ્રગ્સને કેટલા લોકો સુધી પહોંચાડતા હતા જોકે SOG પોલીસે પૂર્વકના આધારે (Crime case in Himmatnagar) ગતરાત્રિએ જ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી એક સાથે 9 આરોપીઓની જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો: ગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું
વધુ આરોપીઓના નામ ખુલવાની શક્યતા - હાલમાં ફરાર બાકી રહેલા એક આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ તમામ આરોપીઓ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો બહાર લાવવા ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. જોકે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં MD ડ્રગ્સ મામલે પોલીસ તંત્ર દ્વારા લેવાઈ રહેલી કામગીરીને પગલે હજુ પણ સાબરકાંઠા જિલ્લાથી વધુ નામ ખૂલે તેવી સંભાવના છે, ત્યારે તમામને સાબરકાંઠા જિલ્લા પોલીસે શરૂ કરેલી તપાસને પગલે આગામી (Sabarkantha drugs accused) સમયમાં વધુ આરોપીઓના નામ ખુલે તો નવાઈ નહીં.