ગરીબો માટે બનાવવામાં આવેલ 'માં અમૃતમ' અને 'માં વાત્સલ્ય' કાર્ડનો લાભ સાબરકાંઠાના લોકોને મળી રહ્યો નથી. કારણ કે,આ સેન્ટર સંચાલકો દ્વારા આ કાર્ડ બનાવવામાં ગરીબ લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ કાર્ડ બનાવવા માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આજે આ કેન્દ્ર પર કોઈ જ કર્મચારી ઉપસ્થિત ન હતો.
કાર્ડ કઢાવવા આવેલા લોકોએ પુછતા આજે રજા છે એવો જવાબ મળ્યો હતો. રજાનું કારણ પુછતા કર્મચારીઓએ જેને ફરીયાદ કરવી હોય તેને કરો એમ કહી અસભ્ય વર્તન કર્યુ હતું. કાર્ડ કઢાવવા માટે આવેલી મહિલાઓ, બાળકો, વૃધ્ધો તેમજ રમઝાન હોવાથી રોઝાદારોને કલાકો સુધી બેસવાનો વારો આવ્યો હતો.