સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની પ્રથમ ટર્મ પૂરી થતા બીજા ટર્મ ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ગરમાવો સર્જાયો હતો. જોકે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જીલ્લામાં ત્રણ નગરપાલિકાઓ પર ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી સર્જાઈ હતી. જેમાં તલોદ નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવામાં ભાજપ સફળ રહી હતી.
ખેડબ્રહ્મા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના 14-14 સભ્યો હતા. જેમાં સોમવારે નગરપાલિકાની બીજી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભાજપના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેના પગલે કોંગ્રેસના સાગરભાઇ પટેલ પ્રમુખ તેમજ જીગ્નેશભાઈ જોશીનું ઉપપ્રમુખ તરીકે વિજય થયો હતો. સાથોસાથ કોંગ્રેસ પાસેથી ભાજપ સત્તા છીનવી લેવામાં સફળ રહી હતી.