ખેડબ્રહ્મા નજીક આવેલાં ટાઢીવેડી ગામમાં છેલ્લા 8 મહિનાથી મૃતદેહને લટકાવી રખાયો હતો. સામાજિક ન્યાયની અપેક્ષાએ આદિવાસી સમાજના લોકોએ મૃતદહેનો અંતિમ સંસ્કાર અટકાવી રાખ્યો હતો. આ પરંપરાને ચડોતરું કહેવામાં આવે છે. જ્યાં સુધી પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતકનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો નથી. કેટલીક વાર ચડોતરું પ્રથા વર્ષ વટાવી જાય છે છતાં મૃતકને અગ્નિદાહ નસીબ થતો નથી.
આ કિસ્સામાં પણ ચડોતરુંને લઈ 8 મહિના સુધી મૃતકને રાખી મૂક્યો હતો. તેનો આખરે અગ્નિદાહ કરાયો છે, ત્યારે પોલીસ અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.