ETV Bharat / state

સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ, હાઈવે પર પડેલા ગાબડામાં વૃક્ષો વાવવાનો કર્યો પ્રયાસ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પડેલા મસમોટા ગાબડાને ધ્યાનમાં રાખી હાઈવે ઉપર વૃક્ષ વાવવાનો પ્રયાસ કરી વહીવટી તંત્ર માટે આ મામલે ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

Attempted to plant trees on highway road
સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા હાઈવે રોડ ઉપર વૃક્ષો વાવવાનો પ્રયાસ કર્યો
author img

By

Published : Sep 1, 2020, 8:45 AM IST

સાબરકાંઠા: જિલ્લા કોંગ્રેસ દ્વારા સોમવારે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પડેલા મસમોટા ગાબડાને ધ્યાનમાં રાખી હાઈવે ઉપર વૃક્ષ વાવવાનો પ્રયાસ કર્યો હતો.

Attempted to plant trees on highway road
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના રોડ રસ્તા અને હાઈવે બિસ્માર બની ચૂકયા છે. તેમજ હાઇવે ઉપર મસમોટા ગાબડા સર્જાયા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર પણ મસમોટા ગાબડા સર્જાયા છે. જેના પગલે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે સોમવારે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં NSUI દ્વારા હાઈવે ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષ વાવવાનો પ્રયાસ કરાયો હતો. જેના પગલે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

Attempted to plant trees on highway road
સાબરકાંઠામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા હાઈવે રોડ ઉપર વૃક્ષો વાવવાનો પ્રયાસ કર્યો

નેશનલ હાઇવે નંબર આઠ ઉપર કોંગ્રેસ દ્વારા કરાયેલા વૃક્ષારોપણના આ કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ મસમોટા ગાબડા તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા વૃક્ષ વાવવાનો અચાનક ઊભો કરાયેલો પ્રોગ્રામના પગલે ટ્રાફિકની લાંબી કતારો સર્જાઇ હતી.

વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં તાત્કાલિક ધોરણે નવો હાઇવે બનાવવામાં નહિ આવે તો સ્થાનિક લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.