સાબરકાંઠાના ગાંભોઇ પોલીસ મથકની હદમાં મોર ડુંગરા ગામની સીમમાં એક યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જિલ્લામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રીજો બનાવ બન્યો છે. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ છે.
હાલમાં આ યુવક કોણ છે. તેમજ કયા સંજોગોમાં કેટલા સમય પહેલાં આત્મહત્યા કરી હશે. તેનો કોઈ ચોક્કસ અંદાજો આવી શક્યો નથી. તેમજ યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પણ કોઇ ખુલાસો થઇ શક્યો નથી.
જો કે, મૃતદેહની હાલત જોતા બે દિવસ પૂર્વે આત્મહત્યા કર્યા હોવાનું પૂર્વાનુમાન કરી શકે તેમ છે. હાલમાં યુવક પાસેથી મોબાઇલ સહિત અન્ય ચીજવસ્તુઓ કબજે લેવામાં આવી છે. તેમજ પોલીસે દ્વારા તમામ ચીજવસ્તુઓના આધારે યુવકની વિગતો એકઠી કરવાનો પ્રયાસ શરૂ કરાયા હતા. તેમજ યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી.