સાબરકાંઠા- સાબરકાંઠાના ઇડર તેમજ વડાલી વિસ્તાર કપાસના બિયારણ માટે (Sabarkantha cotton seeds)સમગ્ર ભારતભરમાં જાણીતું છે. સાથોસાથ આ વિસ્તારમાંથી તૈયાર થઈ રહેલા કપાસના બીજને ગુજરાતના મોટાભાગના ખેડૂતો હરખભેર સ્વીકારી રહ્યા છે. જોકે કેટલીક સરકારી પરમીશન વિના ચાલતી કંપનીઓ તેમજ ફેક્ટરીઓ સહિત જીનિંગ મિલો(Damage from fake seeds) કેટલાય ખેડૂતો માટે મોતનું કારણ બની રહી છે.
તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવામાં આવતા નથી -કહેવાય છે કે જે ખેડૂતનું બીજ બગડ્યું તેનું સમગ્ર વર્ષ બગડે છે. જેના પગલે કેટલાય કિસાનો માટે ખરાબ બિયારણના પગલે રાતા પાણીએ રડવાનો (What is the condition of farmers due to the problem of fake seeds )વારો આવે છે. મોંઘાદાટ દવા બિયારણ (Damage from fake seeds)તેમજ મજૂરી ખર્ચને પગલે ખેડૂત દિન-પ્રતિદિન દેવાદાર બની મોંઘવારીના ખપ્પરમાં હોમાતા જાય છે. જોકે આવી પરિસ્થિતિ માટે જવાબદાર ભેળસેળયુક્ત બિયારણ - નકલી બિયારણ બનાવનારાઓ સામે તંત્ર દ્વારા ઠોસ પગલાં લેવામાં આવતાં નથી. જેના પગલે દર વર્ષે ગુજરાત સહિત ભારતભરમાં કેટલાય કિસાનો આત્મહત્યા કરે છે. ત્યારે બીટી બિયારણથી ખુશ થનારા ખેડૂતો હવે નકલી બિયારણના પ્રશ્નથી પરેશાન થઈ ચૂક્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad consumer court judgements: બિયારણ નિષ્ફળ જતા ખેડૂતને વ્યાજ સાથે વળતળ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
નકલી બિયારણ બનાવતાં લોકો સામે કાર્યવાહીની માગણી - તાજેતરમાં વડાલી વિસ્તારમાં (Sabarkantha cotton seeds) એક સાથે ચાર જીનિંગ મિલોમાં વહીવટી તંત્ર દ્વારા અચાનક રેડ કરી 18000 કિલોગ્રામથી વધારે કપાસના બિયારણનો જથ્થો સીઝ કરાયો હતો.શંકાસ્પદ કે નકલી બિયારણ (Damage from fake seeds)અંગે જાણકારી મેળવવા માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા હતાં. અંદાજિત બે થી ત્રણ કરોડ રૂપિયાના બિયારણ માત્ર ચાર જેટલી જિનિંગ મિલમાંથી સીઝ કરવામાં આવ્યો છે. સ્થાનિક ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્માની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં અંદાજિત 80 વધારે જીનિંગ મિલ બીટી કપાસના બિયારણ મામલે ધમધમાટ ચાલી રહી છે. સાથોસાથ વહીવટી તંત્રને આ બાબતની જાણ હોવા છતાં માત્ર ચાર જ જીનિંગ મિલ ઉપર રેડ કરાયા બાદ જાણે કે સબ સલામત હેના નારાની યાદ આવી હોય તેમ બીજી એક પણ જીનિંગ મિલમાં તપાસ હાથ ધરાઈ નથી, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ મામલે સ્થાનિકોનું માનીએ તો આ વિસ્તારમાં તમામ જીનિંગ મિલોમાં તપાસ હાથ ધરાય તો કપાસના બિયારણ માટે જગતના તાતને રાતા પાણીએ રડવાનો ( What is the condition of farmers due to the problem of fake seeds ? )વારો ક્યારેય નહીં આવે તે હકીકત છે.
નકલી બિયારણની સમસ્યા પર પૂરતું ધ્યાન આપવાની જરુર- એક તરફ દિન-પ્રતિદિન ગુજરાત સહિત ભારતભરમાં કિસાનોની આત્મહત્યાના (What is the condition of farmers due to the problem of fake seeds ? )બનાવો વધી રહ્યા છે ત્યારે બીજી તરફ વિવિધ દિશાઓના પગલે નકલી બિયારણની (Damage from fake seeds)બાબત જાણે કે ભુલાઈ રહી છે. ત્યારે આ મામલે આગામી સમયમાં વહીવટીતંત્ર (Sabarkantha cotton seeds) દ્વારા ઠોસ પગલા લેવાય તે સમયની માંગ છે. ત્યારે જોવું એ છે કે નકલી તેમજ ભેળસેળયુકત બિયારણ બનાવનારા કેટલા આરોપીઓને કેટલી સજા કરવામાં તંત્ર જવાબદાર બને છે તે પણ મહત્વનું બની રહેશે.