ETV Bharat / state

હિંમતનગર પાસે નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગંભીર અકસ્માત - Accident by tractor and tempo

સાબરકાંઠા : હિંમતનગર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર શનિવારના રોજ પ્રાંતિજ નજીક શાકભાજી અને અનાજ ભરેલા ટ્રેક્ટર અને ટેમ્પો અથડાયો હતો. જેમાં બે ખેડૂત ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ અનાજ અને શાકભાજીના રોડ ઉપર ખડકલા થઇ જવાથી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

etv bharat
author img

By

Published : Oct 5, 2019, 1:58 PM IST

વરસાદી સિઝનમાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર અમદાવાદથી હિંમતનગર સુધી રોડ અને રસ્તાઓ ઉપર ખાડાઓ પડતા દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે. શનિવારે પ્રાંતિજ નજીક શાકભાજી તેમજ અનાજ ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

હિંમતનગર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગંભીર અકસ્માત

અકસ્માતના કારણે રોડ ઉપર શાકભાજી તેમ જ અનાજ વિખરાયું હતા. રોડ ઉપર બંને વાહનો પલટી માર્યા બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે, અકસ્માતના પગલે બે ખેડૂતો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે નંબર 8 ઉપર અમદાવાદ થી હિંમતનગર સુધી ખાડાઓનું રાજ જોવા મળે છે. તેમજ આજદિન સુધી ખાડાઓ રીપેર કરવામાં આવ્યા નથી. તેમજ વરસાદ બંધ થયા બાદ પણ વહીવટી તંત્ર જાણે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ હજુ સુધી કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યુ નથી. ત્યારે રસ્તા ઉપર ક્યારે સમારકામ હાથ ધરાશે એ તો હવે સમય જ બતાવશે.

Intro:સાબરકાંઠાના હિંમતનગર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આજે પ્રાંતિક નજીક શાકભાજી અને અનાજ ભરેલા ટ્રેક્ટર અને ટેમ્પો અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે ખેડૂતો ગંભીર રૂપે ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે બન્ને માં ભરેલું અનાજ તેમજ શાકભાજી નું રોડ ઉપર ખડકલો થઇ જવાના પગલે ટ્રાફિક જામ પણ સર્જાયો હતોBody:વરસાદી સિઝનમાં નેશનલ હાઇવે નંબર ૮ ઉપર અમદાવાદ થી હિંમતનગર સુધી રોડ અને રસ્તાઓ ઉપર ખાડાઓ સર્જાતા દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેવા સમયે આજે પ્રાંતિજ નજીક શાકભાજી તેમજ અનાજ ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતના પગલે રોડ ઉપર શાકભાજી તેમ જ અનાજ ખર્ચાઇ ચૂક્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેકટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બની હતું સાથોસાથ રોડ ઉપર બંને વાહનો પલટી માર્યા બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો જોકે અકસ્માતના પગલે બે ખેડૂતો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાConclusion:જોકે સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે નંબર આઠ ઉપર અમદાવાદ થી લઇ હિંમતનગર સુધી ખાડાઓ નું રાજ હોવા છતાં આજદિન સુધી ખાડાઓ રીપેર કરવામાં આવ્યા નથી તેમજ વરસાદ બંધ થયા બાદ પણ વહીવટી તંત્ર જાણે કે કોઈ મોટી હોનારત ની રાહ જોતું હોય તેમ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ હજુ સુધી કોઈ સમારકામ હાથ ધરાયું નથી ત્યારે રસ્તા ઉપર ક્યારે સમારકામ હાથ ધરાશે એ તો સમય બતાવશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.