સાબરકાંઠાઃ જિલ્લા જાદર પોલીસ મથકે પેટ્રોલિંગમાં નીકળેલી ઈકો કારે સ્થાનિક વિસ્તારમાં બાઇક પર જઇ રહેલા બે યુવકોને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા.
![સાબરકાંઠાના જાદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન અકસ્માત સર્જાતા, 2ના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sbr-02-mot-av-7202737_13042020222716_1304f_1586797036_439.jpg)
જેના પગલે પોલીસે બંને યુવકોને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ આદરી હતી. જો કે સાબરકાંઠા જિલ્લામાં પોલીસની કારથી સ્થાનિક વિસ્તારમાં બે યુવકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર સર્જાયું છે.
એક તરફ કોરોના વાઇરસ અંતર્ગત ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાની સાથે-સાથે પોલીસની ગાડીની ટક્કર લાગતાં જ બે યુવકોનો સ્થાનિક વિસ્તારમાં શોખની સાથે ભારે રોષ પણ વ્યક્તિ છે. જેના પગલે આગામી સમયમાં આ મુદ્દે વિરોધ આબાદ થવાની પણ સંભાવના વર્તાઈ રહી છે જો કે હાલમાં ઘટનાસ્થળે જાદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
જો કે સ્થાનિક પોલીસે આ મામલે પેટ્રોલિંગમાં જઈ રહેલી ઇકો કારને પણ કબજે લીધી છે. તેમજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.