- હિંમતનગરની હાથમતી નદીમાં ડમ્પરમાં લાગી આગ
- આગ લાગતા અફરા-તફરી સર્જાઇ
- ફાયર ફાયટરોએ આગ ઉપર મેળવો કાબુ
સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગર નજીક પસાર થતી હાથમતી નદીમાં રેતીનું ખનન કામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યુ છે, ત્યારે સોમવારે રેતી ભરવા આવેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ સર્જાયો હતો. જોકે, નગરપાલિકાના ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે.
ડમ્પર વિજ તારને અડી જતા આગ લાગી
નદીમાં ડમ્પર હાઇડ્રોલિક થઈ રહ્યું હતુ તે દરમિયાન ડમ્પર ઉપરના વીજ તારને અડી જતાં આગ લાગી હતી. શરૂઆતના તબક્કામાં આગ લાગ્યાનું ધ્યાને આવતા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
આગ પર કાબુ મેળવાતા મોટી જાનહાની ટળી
નદીના વિસ્તારમાં આગ લાગ્યાનો આ પ્રથમ બનાવ હોવાના પગલે પાલિકા કર્મીઓને પણ શરૂઆતના તબક્કે હાસ્યાસ્પદ લાગ્યો હતો. જોકે, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાનિ અટકી છે. આગામી સમયમાં વીજતંત્રે પણ આગ ન લાગે તે માટેના પ્રયાસો કરવા જરૂરી બન્યા છે.