- હિંમતનગરમાં જોવા મળ્યો રેરેસ્ટ ઓફ રેર કિસ્સો
- શરીરની બહાર હ્રદય સાથે સ્વસ્થ બાળકનો થયો જન્મ
- બાળકને ઓપરેશન માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યું
હિંમતનગર: સિવિલ હોસ્પિટલમાં મંગળવારે શરીરની બહાર હ્રદય ધરાવતા એક બાળકનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકના પરિવારજનો હ્રદયની સર્જરી માટે પૈસા ખર્ચી શકે તેમ ન હોવાથી બાળકને સર્જરી માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
સર્જરી કરીને બાળકનું હ્રદય યોગ્ય સ્થાને મૂકાશે
શરીરની બહાર હ્રદય સાથે જન્મ થવાની સ્થિતિને ઓક્ટોપીઆ - કો રડીસ તરીકે ઓળખાય છે. દર 10 લાખમાંથી 1 બાળકમાં આવું જોવા મળે છે. બાળકને હાલ અમદાવાદ રિફર કરવામાં આવ્યું છે. જ્યાં સર્જરી દ્વારા તેના હ્રદયને ચોકક્સ જગ્યાએ સ્થાપિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી આ બાળક સર્જરી રૂમ સુધી ન પહોંચે ત્યાં સુધી હ્રદયની બહારની સપાટી સૂકાય નહિં અને ઈન્ફેક્શન પણ ન લાગે તેની કાળજી લેવી પડે છે. અત્યાર સુધીમાં થયેલી મોટાભાગની સર્જરીઓમાં સફળતા મળી છે. ત્યારે આ બાળકનું શું થાય છે, તે જોવું રહ્યું.