ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા સાગમટે 5 PSIની કરવામાં આવી બદલી

દિવાળી (Diwali)ના મહાપર્વ બાદ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં 5 PSIની બદલી કરવામાં આવી છે, જે અંતર્ગત 3 પોલીસ મથક (Police Station)ના PSI બદલાયા છે, જ્યારે અન્ય 2 PSIની સ્થાનિક બદલી કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા સાગમટે 5 PSIની કરવામાં આવી બદલી
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા સાગમટે 5 PSIની કરવામાં આવી બદલી
author img

By

Published : Nov 9, 2021, 9:14 PM IST

  • સાબરકાંઠામાં 5 PSIની કરવામાં આવી બદલી
  • 2 PSIની સ્થાનિક બદલી કરવામાં આવી
  • આગામી સમયમાં વધુ બદલીની સંભાવના

સાબરકાંઠા: દિવાળીના મહાપર્વ બાદ સાબરકાંઠા જિલ્લા (Sabarkantha District)માં પણ બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા 5 PSIની બદલી કરવામાં આવી છે, જેમાં 3 પોલીસ મથક (Police Station)ના PSI સહિત અન્ય 2 PSIની સ્થાનિક બદલી કરવામાં આવી છે. જો કે આગામી સમયમાં હજુ વધુ પોલીસકર્મીઓની બદલીની સંભાવનાઓ સેવાઈ રહી છે.

હિંમતનગર-એ ડિવિઝનના PSIની ગાંભોઈ પોલીસ મથકે બદલી

સાબરકાંઠા જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમય મર્યાદાથી એક જગ્યા ઉપર રહેલા PSI તેમજ કામગીરીના આધારે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ગત રાત્રીએ એક સાથે 5 PSIની બદલી કરી છે, જે અંતર્ગત ગાંભોઇ પોલીસ મથકના PSI તરીકે ફરજ બજાવતા PSIને ખેડબ્રહ્મા PSI તરીકે મૂકવામાં આવ્યા છે, જ્યારે હિંમતનગર-એ ડિવિઝનમાં ફરજ બજાવતા એ.જે. ઠાકોરની ગાંભોઇ પોલીસ મથકે બદલી કરવામાં આવી છે.

કામગીરી અને સમયમર્યાદાના આધારે બદલી

ખેડબ્રહ્મા PSI તરીકે ફરજ બજાવતા બી.પી. શાહને ઈડર DySP કચેરી ખાતે મૂકવામાં આવ્યા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવતા આ પોલીસ કર્મચારીઓની બદલી તેમની કામગીરી અને સમયમર્યાદાના આધારે કરાઈ હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.

આગામી સમયમાં વધુ બદલી થાય તેવી સંભાવના

આગામી સમયમાં જિલ્લામાં ફરજ બજાવનારા વધુ પોલીસ કર્મચારીઓની બદલી થાય તેવી પણ સંભાવનાઓ સેવાઈ રહી છે, જેમાં તેમની કામગીરી અને એક જગ્યા ઉપર ફરજની સમયમર્યાદાના ભાગરૂપે બદલી કરાશે.

આ પણ વાંચો: સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીની હત્યા કરાઈ: ફોરેન્સિક રિપોર્ટમાં કરાયો ખુલાસો

આ પણ વાંચો: ભાવનગરના બોરતળાવ પર થનારી છઠપૂજા દરમિયાન પોલીસની એક ટીમ રહેશે તૈનાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.