સાબરકાંઠા: જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો કુલ આંડો 147 થયો છે.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને રોકવાના અને દર્દીઓને કોરોના મુક્ત કરાવવા માટે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે જિલ્લામાં ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં કોરોનાના 114 દર્દીઓ કોરોના મુક્ત જ્યારે નવા 3 કેસ સામે આવ્યા હતા. જ્યારે તલોદ તાલુકાના હરસોલ ગામના 55 વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
તેમજ સોમવારના રોજ વિજયનગર તાલુકાના તિતરણ ગામના 55 વર્ષિય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કુલ 147 કેસ નોંધાયા છે. જેમાંથી 114 દર્દી કોરોના મુક્ત થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 6 કોરોના દર્દીના મૃત્યુ થયા હતા. હાલમાં 27 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. જોકે આગામી સમયમાં તંત્ર વધુ ઠોસ પગલા ભરે તે જરૂરી છે.