ETV Bharat / state

Rajkot Rain: ઉપલેટામાં સતત વરસાદથી આનંદની લહેર, મોજ ડેમના 12 દરવાજા ખોલાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ - પાંચ દરવાજા ખોલાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ

રાજકોટના ઉપલેટા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ પડતાની સાથે જ લોકોએ ગરમીની સામે રાહત મેળવી છે. ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ડેમના 12 દરવાજા ખોલાયા છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામકંડોરણામાં 26.16 ઈંચ નોંધાયો છે ત્યારે સૌથી ઓછો વરસાદ વીંછીયામાં 5.56 ઈંચ પડ્યો છે.

wave-of-joy-due-to-continuous-rain-in-upleta-five-gates-of-moj-dam-were-opened-and-alerted-to-hethwas-villages

author img

By

Published : Jul 7, 2023, 8:01 PM IST

ઉપલેટામાં સતત વરસાદથી આનંદની લહેર

રાજકોટ: ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એક ધારો એક ઇંચથી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવી છે. અહીંયા વરસાદ પડતાની સાથે જ જીવાદોરી સમાન ડેમોમાં પણ પાણીની આવકમાં અને જળ સપાટીમાં વધારો થયો છે અને ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે.

લોકોને તંત્રની અપીલ: ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસેના મોજ ડેમની જળ સપાટીમાં વધારો થતા મોજ ડેમના 12 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને તેમજ મોજ નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોએ નદીના પટમાં ન જાવું તે માટેની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ખેડૂતોમાં ખુશી: જે રીતે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગરમી સહન કરતા લોકોને વરસાદ પડવાથી રાહત અનુભવાય છે. બીજી તરફ ખેડૂતોના ચહેરા પર પણ આનંદની લાગણી જોવા મળી છે જેમાં વરસાદ પડતાની સાથે જ લોકોને ગરમી સામે રાહત મળી છે. ખેડૂતોએ વાવેતર કરેલા મોલમાં વરસાદ પડતા આનંદ છવાયો હોવાનું સામે આવ્યું છે.

ક્યાં કેટલો પડ્યો વરસાદ?: રાજકોટ જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામકંડોરણામાં 26.16 ઈંચ નોંધાયો છે ત્યારે સૌથી ઓછો વરસાદ વીંછીયામાં 5.56 ઈંચ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 7 જુલાઈ 2023 ના રોજ સાંજના 06:00pm વાગ્યા સુધીમાં પડેલા વરસાદ અંગેની રાજકોટ કંટ્રોલરૂમ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીઓ અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં 9.96 ઈંચ, રાજકોટ શહેરમાં 10 ઈંચ, લોધિકામાં 16.6 ઈંચ, કોટડા સાંગાણીમાં 11.84 ઈંચ, જસદણમાં 7.6 ઈંચ, ગોંડલમાં 12.64 ઈંચ, જામકંડોરણામાં 26.16 ઈંચ, ઉપલેટામાં 23.88 ઈંચ, ધોરાજીમાં 25.64 ઈંચ, જેતપુરમાં 25.8 ઈંચ, વિછીયામાં 5.56 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતીઓ આપવામાં આવી છે.

  1. Bhavnagar Rain: ભાલ પંથકના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યાં, ભારે વરસાદ થાય તો વધી શકે છે સંકટ
  2. Junagadh Girnar : 48 કલાક પૂર્વે ગિરનારની ખીણોમાં ગુમ થયેલા મધ્યપ્રદેશના વૃદ્ધને ઓપરેશન ગિરનાર દ્વારા શોધી કઢાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.