રાજકોટ: શિયાળો પૂર્ણ થયા બાદ ઉનાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. જેમાં ઉનાળો શરૂ થતાની સાથે જ રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા તેમજ ગંદા પાણીનું વિતરણ થતી હોવાની રાજકોટ શહેરમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ સાથે મહિલાઓએ સ્થાનિક તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે.
તાત્કાલિક માંગ: શહેરના આંબેડકર નગર 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલી શેરી નંબર 11 માં આશરે એક મહિનાથી તંત્ર દ્વારા અનેક ખાડાઓ કરવામાં આવ્યા છે. આ ખાડાઓ તંત્ર દ્વારા હજુ સુધી બુરવામાં નહીં આવતા તેમજ આ વિસ્તારમાં રહેતા શ્રમ લોકોને વિતરણ કરવામાં આવતું પાણી ગંદુ પાણી વિતરણ કરાતુ હોવાની પણ સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી છે. આ વિસ્તારની મહિલાઓએ સ્થાનિક તંત્રની ઢીલી નીતિને લઈને રોષ વ્યક્ત કરી શુદ્ધ પાણી વિતરણ કરવાની તાત્કાલિક માંગ કરી છે.
આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા, દેવાદારના પુત્રનું કર્યું અપહરણ
સ્થાનિક મહિલાઓ: શિયાળો પૂર્ણ થઈ ચૂક્યો છે. ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે લોકોને પીવાના પાણીની જરૂરિયાતો વધતી જતી હોય છે. રાજકોટ શહેરના આંબેડકર નગર વિસ્તારની અંદર રહેતા લોકોને છેલ્લા એક મહિનાથી વિતરણ કરવામાં આવતું પાણી ગંદુ પાણી હોવાનું સામે આવ્યું છે. આ ગંદુ પાણી પીવા લાયક તેમજ ઉપયોગમાં લેવા લાયક ન હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી છે. તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતા ગંદા પાણીને બંધ કરીને શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
મીડિયા સમક્ષ: તંત્ર દ્વારા આપવામાં આવતું પાણી એટલી હદે ગંદુ છે કે પીવામાં તેમનો ઉપયોગ લઈ શકાય તેમ નથી ત્યારે મજબૂરી વશ તેઓને પીવાના પાણી માટેના કેરબાઓ અને રોજબરોજના ઉપયોગ માટે વેચાતું પાણી મંગાવવું પડે છે તેવું પણ જણાવ્યું હતું. આ સાથે જ તંત્ર દ્વારા છેલ્લા એક મહિના કરતાં પણ વધારે સમયથી આ વિસ્તારની અંદર અનેક ખાડાઓ કરી દેવામાં આવ્યા છે. આ ખાડાઓને મરામત કરવાની કામગીરી માટે ઉઘરાણા કરવામાં આવતા હોવાના પણ ગંભીરાક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકોને પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ મીડિયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે--સ્થાનિક મહિલાઓએ
ગંભીર આક્ષેપો: રાજકોટ શહેરના આંબેડકરનગર 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલી 11 નંબરની શેરીમાં રહેતા શ્રમ વિસ્તારના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું આ વિસ્તારના આગેવાનોએ જણાવ્યું છે કે, કોઈ અધિકારી દ્વારા 800 રૂપિયા જેવી રકમ માગવામાં આવે છે. તેવા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ વિસ્તારના સામાજિક આગેવાને આગામી દિવસોની અંદર તાત્કાલિક અસરથી સમસ્યાનું નિરાકરણ નહીં. તો આ વિસ્તારના લોકોને વિતરણ કરવામાં આવતા ગંદા પાણીને એકત્રિત કરી અને કોર્પોરેશન ખાતે ઠાલવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.