- રાજકોટ મહાનગરપાલિકાના 18 વૉર્ડના 991 બૂથ
- તંત્ર દ્વારા EVM પહોંચાડવાની કામગીરી શરૂ
- તમામ EVM વિરાણી સ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમા રાખવામાં આવ્યાં
રાજકોટ : સ્થાનિક સ્વારાજની ચૂંટણીનું મતદાન 21 ફેબ્રુઆરીના રોજ હોવાથી તંત્રમાં દોડધામ જોવા મળી હતી. તમામ EVM વિરાણી શાળામાં સ્ટ્રોંગ રૂમમા રાખવામાં આવ્યાં હતાં. ત્યારે બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ચૂંટણીને લઇને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના કુલ 18 વૉર્ડના 991 બૂથમાં થશે. મતદાન ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ચૂંટણી ફરજ પર 4,249 પોલીસ અધિકારીઓ-જવાનો રહેશે તૈનાત
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો રાજકોટમાં કુલ 18 વૉર્ડ 991 બૂથ આવે છે. આ સાથે રાજકોટમાં 78 સંવેદનશીલ બૂથ આવેલા છે, ત્યારે રાજકોટના 19 અતિ સંવેદનશીલ બૂથ પણ આવેલા છે. ત્યારે મતદાનના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, તેને લઇને ચૂંટણી ફરજ પર 4,249 પોલીસ અધિકારીઓ-જવાનો તૈનાત કરવામાં આવશે. 1,631 પોલીસ જવાનો, 4 SRP કંપની અને 1418 હોમગાર્ડના જવાનો, 800 TRB જવાનો તૈનાત રહેશે.