રાજકોટ: કોરોના કહેરથી જાગૃત કરવા શહેરમાં ઓટો રીક્ષા મારફત સતત માઇક દ્વારા જાહેરાત કરવામાં આવી રહી હોવા છતાં પણ જિલ્લાના ગોંડલમાં રાજદીપ રેઝર સ્ટોર તથા જલારામ આઇસ ગોલા નામની દુકાનોના વેપારીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર શરૂ રાખી જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. જેની એલસીબી પોલીસને જાણ થતા પીઆઇ રાણા અને તેની ટીમ દ્વારા દરોડા પાડી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
