- અત્યાર સુધીમાં સાવજોએ અનેક મારણો કર્યાં
- વનરાજના ધામાથી ખેડૂતો પરેશાન
- રાત્રીના સમયે સીમ વિસ્તારોમાં જતા ખેડૂતોમાં ભય
- ફોરેસ્ટ વિભાગની કામગીરીથી અનેક ગામના ખેડૂતો નારાજ
રાજકોટ : કોટડાસાંગાણી પંથકના અલગ અલગ ગામોમાં સાવજોએ ધામા નાખ્યા છે. અનેક મારણો કર્યા છે. નારણકા, રાજપરા, ભાયાસર, રિબડા, ગુંદાસરા શાપર ની સીમમાં પણ વનરાજા મહેમાનગતિ માણી ચુક્યા છે. ત્યારે સાંજના સમયે અને મોડી રાત્રીના સમયે સાવજો સીમ વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે ગોંડલ તાલુકાના રીબડા - ગુંદાસરાની સીમમાં રેલવે સ્ટેશન પાસે સિંહ દેખાયો હતો. આ તકે વનરાજા શિકાર કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
રાજકોટ જિલ્લામા સિંહોના ધામા
કોટડાસાંગાણી તાલુકાના રાજપરા, નારણકા સહિતના ગામોમા સિંહોએ લાંબા સમયથી ધામા નાખ્યા છે. ભાયાસર, પડવલા અને છેક શાપર વેરાવળ સુધી પણ મારણ કરી મિજબાની માણી છે. ત્યારે મોડી રાત્રીના સમયે સાવજો અરડોઇ જવાના માર્ગ પર જોવા મળ્યા હતા. તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.