ETV Bharat / state

આ તે કેવો શ્વાન, કે જેના સામે સિંહનો પણ પરસેવો છૂટ્યો, જૂઓ વીડિયો - ગુજરાતના સિંહ

લોધિકા પંથકમાં સિંહ અને સિંહણે છેલ્લા ચાર દિવસથી ધામા (Rajkot lion dog viral video)નાખ્યા છે.ત્યારે એક ગામની સીમના ખેતરમાં જંગલના રાજાને દોડાવતા શ્વાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (Video of dog lion in Lodhika)વાઇરલ થયો છે. સિંહ ભાગતો નજરે પડે છે. સિંહને પરસેવો વળી ગયો હોય એવાં દૃશ્યો પણ વીડિયોમાં કેદ થયાં છે.

લોધિકામાં શ્વાને સિંહને ઊભી પૂછડીએ ભગાવ્યો, જુઓ વાઇરલ વિડિયો

author img

By

Published : May 10, 2022, 6:31 PM IST

રાજકોટ: શહેરથી 30 કિમી દૂર લોધિકા પંથકમાં સિંહ અને સિંહણે (Rajkot lion dog viral video)છેલ્લા ચાર દિવસથી ધામા નાખ્યા છે. જેમાં લોધિકાના અલગ-અલગ ગામડાં ખૂંદી રહ્યા છે. ત્યારે એક ગામની સીમમાં ખેતરમાં જંગલના રાજાને દોડાવતા શ્વાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ(Video of dog lion in Lodhika) થયો છે. જેથી ડાલામથા પાછળ શ્વાન થતાં એ પણ ઊભી પૂછડી ભાગતો નજરે પડે છે ત્યારે સિંહને પરસેવો વળી ગયો હોય એવાં દૃશ્યો પણ વિડિયોમાં કેદ થયાં છે.

સિંહ અને શ્વાનનો વિડિયો વાઇરલ

આ પણ વાંચોઃ Fear of lions among farmers: ગીર સોમનાથના વિઠલપુરમાં સિંહના ધામાથી ખેડૂતોમાં ભય

સોશયલ મીડિયામાં વાયરલ - વાઇરલ વિડિયોમાં જોવા મળતી વિગત મુજબ લોધિકાના એક ગામમાં ખુલ્લા ખેતરમાં શ્વાન ભસતો ભસતો સિંહ પાછળ દોડી રહ્યો છે. સિંહ પણ ખુલ્લા ખેતરમાં દોડતો દોડતો (Rajkot Forest Department )હાંફી ગયો હોય એમ એની દોડવાની ગતિ ધીમી કરી દે છે. તેમ છતાં શ્વાન તેનો પીછો છોડતો નથી અને સતત સાવજ પાછળ દોડી રહ્યો છે. આ વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. શનિવારે લોધિકાના સાંગણવા ગામે જોવા મળેલો સિંહ રાત્રે જૂની મેંગણી ગામે જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો સિંહદર્શન કરવા સમગ્ર પંથક ખૂંદી રહ્યા છે. દિવસે સાંગણવા ગામમાં જોવા મળેલો સિંહ રાત્રે એ જ જૂની મેંગણી ગામે જોવા મળતાં લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

આ પણ વાંચોઃ Lion in Savarkundla: ખેડૂત ખેતરમાં પહોંચતા જ સિંહ આવ્યો સામે, વીડિયો બનાવી ખેડૂતે કહ્યુ કે...

સિંહ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ - સિંહના આગમનથી લોધિકા પંથકનાં ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલ ઉનાળુ પાકનું રખોપું કરવા વાડીએ જવામાં ખેડૂતો ડરી રહ્યા છે. જોકે સ્થાનિક આગેવાનોએ વન વિભાગને જાણ કરી છે. સિંહ સતત લોકેશન બદલી રહ્યો છે. અસહ્ય ગરમી અને પાણીની અછતને કારણે ગીરમાંથી ઘણીવાર સિંહો આજુબાજુનાં ગામમાં જોવા મળતા હોય છે, પરંતુ રાજકોટ સુધી પહોંચી જાય એ પણ એક નવાઇની વાત છે. બે વર્ષ પહેલાં ગીરના જંગલમાંથી નીકળી 61 દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો હતો. 48 કલાક બંને સિંહે રાજકોટ અને ગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કર્યા હતા. રાજકોટથી 21 કિલોમીટર નજીક સિંહ આવ્યાની સૌપ્રથમ ઘટના બની હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.