ETV Bharat / state

રાજકોટ જિલ્લાના મંડલીકપુર ગામમાં થયું બળદગાડા થ્રુ વેક્સિનેશન

author img

By

Published : May 12, 2021, 11:41 AM IST

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માટે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લામાં પણ વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના મંડલીકપુર ગામમાં બડદગાડા થ્રુ વેક્સિનેશનની ઘટના સામે આવી હતી.

રાજકોટ જિલ્લાના મંડલીકપુર ગામમાં થયું બળદગાડા થ્રુ વેક્સિનેશન
રાજકોટ જિલ્લાના મંડલીકપુર ગામમાં થયું બળદગાડા થ્રુ વેક્સિનેશન
  • નાના ગામમાં બળદગાડા થ્રુ વેક્સિનની ઘટના બની હતી
  • ગામની પ્રાથમિક શાળામાં બીજા ડોઝ માટેની વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ હતી
  • સ્ટાફે વેક્સિન કેન્દ્ર બહાર ગાડામાં જ વેક્સિન આપી હતી

રાજકોટઃ મોટા શહેરોમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનના કર્યક્રમો તો થાય છે, ત્યારે નાના ગામમાં બળદગાડા થ્રુ વેક્સિનની ઘટના બની હતી. રાજકોટ જિલ્લાના મંડલીકપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામની પ્રાથમિક શાળામાં બીજા ડોઝ માટેની વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચોઃ પોરબંદરમાં 2 ધન્વંતરિ રથને વેક્સિનેશનની કામગીરીમાં મૂકવામાં આવ્યા

સરકારી સ્કુલમાં વેક્સિન લેવા બળદગાડામાં આવ્યા હતા

મંડલીકપુર ગામના એક વયોવૃદ્ધ માજી શાંતાબેનને બીજો વેક્સિનનો ડોઝ લેવાનો હતો. તેમને પગની તકલીફ હોવાથી તેઓ સરકારી સ્કુલમાં વેક્સિન લેવા બળદગાડામાં આવ્યા હતા અને વેક્સિન લીધી હતી.

વૃદ્ધાએ બળદગાડામાં લીધી કોરોનાની વેક્સિન

વૃદ્ધાને પગમાં તકલીફના કારણે ચાલી ન શકતા હોવાથી બળદગાડામાં વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર રહેલા સ્ટાફે તેમને વેક્સિન કેન્દ્ર બહાર ગાડામાં જ વેક્સિન આપી હતી તેમજ પુરતો સહયોગ પણ આપ્યો હતો.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં શરૂ થયેલા આઈસોલેશન સેન્ટરમાં અન્ય 9 ડોક્ટર ચાર્ટર્ડ પ્લેનથી પહોંચ્યા

ભત્રીજા બિપીનભાઇ બળદગાડું લઈ વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા

શાંતાબેનને પગની તકલીફ હોવાથી વેક્સિન લેવા માટે તેમના ભત્રીજા બિપીનભાઇ બળદગાડું લઈ વેક્સિનેશન સેન્ટર પહોંચ્યા હતા. શાંતાબેનને વેક્સિન સેન્ટર પર લાવી બહાર બડદગાડામાં જ વેક્સિન મૂકાવડાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.