ETV Bharat / state

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 27 લોકોની ધરપકડ - stone pelting in surat

author img

By ANI

Published : Sep 9, 2024, 7:11 AM IST

Updated : Sep 9, 2024, 10:22 AM IST

સુરતમાં કેટલાંક અસામાજિક તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વિસ્તારમાં તંગદિલી સર્જાય હતી. આખી રાત પોલીસ એક્શનમાં રહી હતી. દરમિયાન, કેસ નોંધવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં તોફાની તત્વોની ધરપકડ કરવામાં આવી હતી. stone pelting on ganesh pandal in surat

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો (ANI)
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો (ANI) (Etv Bharat Graphics)
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો (ANI)

સુરતઃ સુરતના ગણેશ પંડાલમાં ગઈકાલે એટલે કે, રવિવારે રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસ પ્રશાસને મામલાને ગંભીરતાથી લીધો અને કેસ નોંધ્યો અને 6 લોકોની ધરપકડ કરી. પથ્થરમારાને પગલે શહેરમાં તંગદિલી જોવા મળી હતી. પરિસ્થિતિને જોતા શહેરમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું કે આ મામલે કુલ 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અસામાજીક તત્વોએ ગઈકાલે (રવિવારે) રાત્રે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. જેનાથી હિંદુ સંગઠનો નારાજ થયા હતા. થોડી જ વારમાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જેના કારણે વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિને જોતા પોલીસ પ્રશાસને પણ ચાર્જ સંભાળી લીધો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ કરીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ષડયંત્ર કોણે ઘડ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આમાં કોણ કોણ સામેલ છે જેઓ સમાજમાં શાંતિ ડહોળવા માંગે છે?

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 'સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર 6 લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ તમામ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આવી ઘટનાઓને પ્રોત્સાહન આપનારા અન્ય 27 લોકોની પણ ધરપકડ કરી છે. તપાસ ચાલુ છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. શાંતિ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

સુરત પોલીસ કમિશનરનું નિવેદન

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 'કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જે બાદ અથડામણ થઈ હતી. પોલીસે તરત જ તે બાળકોને ત્યાંથી હટાવ્યા હતા. આ વિસ્તારમાં તાત્કાલિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. જરૂર જણાય ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ચારે બાજુ લગભગ 1000 પોલીસકર્મીઓ તૈનાત છે. સામાન્ય જનતા પણ અહીં હાજર રહે છે.

  1. સુરતમાં 14 વર્ષીય તરુણે કાર ચલાવીને સર્જ્યો અકસ્માત, 3 ને અડફેટે લીધા, 1નું મોત - ACCIDENT IN SURAT
  2. રાજસ્થાની વેપારી પાસે ખંડણી માંગી ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, જાણો સમગ્ર મામલો... - Surat Crime

Last Updated : Sep 9, 2024, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.