મુંબઈ : 9 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 210 પોઇન્ટ ઘટીને 80,973 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 29 પોઈન્ટના ઘટાડા સાથે 24,823 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ ગગડતા રહીને હાલ નીચા મથાળે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર : 9 સપ્ટેમ્બર, સોમવારના રોજ BSE Sensex ગત 81,183 બંધ સામે 210 પોઈન્ટના ઘટાડા સાથે 80,973 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 24,852 બંધની સામે 29 પોઇન્ટ તૂટીને 24,823 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નીચા મથાળે બાદ BSE Sensex અને NSE Nifty સતત ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
ગેઈનર-લુઝર સ્ટોક : NSE પર શ્રીરામ ફાઇનાન્સ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, HUL, HDFC લાઇફ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ મજબૂત ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે NTPC, ONGC, પાવર ગ્રીડ કોર્પ, અદાણી પોર્ટ્સ અને ટાટા સ્ટીલ ટોપ લૂઝર છે. BSE પર HUL, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ અને TCS ટોપ ગેઈનર છે. જ્યારે અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, NTPC, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ અને M&M ટોપ લૂઝર છે.
કોમોડિટી બજાર : ડોલર ઇન્ડેક્સ સુસ્ત વલણ સાથે 101 ની નજીક પહોંચ્યો છે. ક્રૂડ 18 મહિનાના સ્તરની નીચેથી થોડી રિકવરી સાથે અટક્યો છે. ક્રૂડમાં ગયા અઠવાડિયે 10% નો સાપ્તાહિક ઘટાડો નોંધાયો હતો, સાથે જ 1 વર્ષમાં સૌથી નબળું અઠવાડિયું રહ્યું છે. જ્યારે સોના અને ચાંદીમાં ફ્લેટ ટ્રેડિંગ થયું હતું.