ETV Bharat / state

ઘેનની દવા નાખી લૂંટ કરતો આરોપી ઝડપાયો, પૂછપરછમાં સામે આવી ચોંકાવનારી વિગતો - Navsari Crime - NAVSARI CRIME

નવસારી શહેરમાં બે વૃદ્ધાને છેતરીને સોનાના દાગીના પડાવી લેવાની બે ઘટના એક જ મહિનામાં બની છે. હાલમાં જ એક વૃદ્ધાને બેભાન કરી લૂંટ કરનાર એક આરોપી ઝડપાયો છે. જેની પૂછપરછ કરતા આ મામલે કેટલીક માહિતી સામે આવી છે. વાંચો સમગ્ર વિગત...

ઘેનની દવા નાખી લૂંટ કરતો આરોપી
ઘેનની દવા નાખી લૂંટ કરતો આરોપી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 8:27 AM IST

નવસારી : મેલડી માતાનું મંદિર ક્યાં છે..? પૂછ્યા બાદ વૃદ્ધા પર કેમિકલ નાખી બેહોશ કરીને દોઢ તોલાની સોનાની ચેઇન લૂંટી જનારા બદમાશને નવસારી LCB પોલીસે પકડી પાડ્યો છે. સાથે જ લૂંટેલી 73 હજારની સોનાની ચેઈન રિકવર કરી છે. જ્યારે હજી એક આરોપી પોલીસ પકડથી દૂર છે.

વૃદ્ધાને છેતરી લૂંટનો બનાવ : ગણદેવી ટાઉનમાં ગણેશ કોમ્પલેક્ષમાં રહેતા ઉષાબેન ભરતિયા નવસારી ખાતે કંસારા સમાજના મંડળમાં 73 વર્ષે પણ સક્રિયતા સાથે કામ કરે છે. ગણદેવીથી રોજ બસમાં આવન જાવન કરતા ઉષાબેન ગત 31 ઓગસ્ટની સવારે પોતાના નિત્યક્રમ મુજબ ST બસમાં નવસારી પહોંચ્યા હતા. શહેરના લુન્સીકુઈ સ્થિત ઠક્કરબાપા કન્યા છાત્રાલય પાસે ઉતાર્યા હતા.

વૃદ્ધાને બેહોશ કરીને દોઢ તોલાની સોનાની ચેઇન લૂંટનો બનાવ (ETV Bharat Gujarat)

કથીત કેમિકલથી કર્યા બેભાન : ઉષાબેન રસ્તો ક્રોસ કરવાની તૈયારીમાં હતા. પરંતુ ટ્રાફિક હોવાને કારણે તેઓ અટક્યા, એ જ સમયે તકનો લાભ લઇ બાઈક ઉપર આવેલા બે યુવાનોએ સરનામું પૂછ્યું જેનો તેમણે નકારમાં જવાબ આપ્યો હતો. થોડે આગળ ગયા બાદ આરોપીઓ ફરી આવ્યા અને ઉષાબેનના માથા પર કંઈક નાખ્યું હોય એવું તેમને લાગ્યું હતું. થોડા સમયમાં માથું ભારે લાગ્યું અને ચક્કર આવતા તેઓ ફુટપાટ ઉપર બેસતા જ બેહોશ થઈ ગયા.

બેભાન કર્યા બાદ લૂંટ : જ્યારે ઉષાબેન ભાનમાં આવ્યા ત્યારે તેમનું પાકીટ તેમનાથી થોડે દૂર હતું અને ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની દોઢ તોલાની સોનાની ચેઈન ગાયબ હતી. જોકે હિંમત કરીને તેઓ મંડળીની ઓફિસે ગયા અને રાત્રે ઘરે પહોંચતા તેમની દીકરીને આપવીતી જણાવી હતી. સમગ્ર પ્રકરણમાં પરિવારજનોની હિંમત બાદ ઉષાબેને નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ઝડપાયો : નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાયે જણાવ્યું કે, એક પછી એક વૃદ્ધ મહિલાઓ સાથે આવી જ ઘટના બની હોવાનું સામે આવ્યા બાદ સતર્ક થયેલી નવસારી LCB પોલીસને બાતમી મળી હતી કે, નવસારીના લુન્સીકૂઇ પાસે વૃદ્ધાને છેતરી સોનાના દાગીના લઈ જનાર બદમાશોમાંથી એક રીંગ રોડ તરફ આંટા મારે છે. જેથી પોલીસે તાત્કાલિક રીંગરોડ પર પહોંચી શંકાસ્પદ વ્યક્તિને પકડીને પૂછપરછ કરી હતી.

લૂંટારૂ ટોળકી : આરોપી ગાંધીનગરના દહેગામ સ્થિત મદારીવાસમાં રહેતો 31 વર્ષીય સંજયનાથ સુરમનાથ મદારી હોવાનું ખુલ્યું હતું. કડકાઈથી પૂછપરછ કરતા 31 ઓગસ્ટે આરોપીએ તેના બનેવી અને ખેડા જિલ્લાના કપડવંજના તૈયબપુરામાં રહેતા બોપલનાથ દિલીપનાથ મદારી સાથે વૃદ્ધાને છેતરીને સોનાની ચેઇન લૂંટી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસ કાર્યવાહી : પોલીસે આરોપી સંજયનાથ પાસેથી 73 હજાર રૂપિયાની સોનાના પેન્ડલ સાથેની ચેઈન રિકવર કરી છે. સાથે જ તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી. તેના સાથીદાર બોપલનાથને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે. નવસારી પોલીસની કામગીરીને કારણે બંને ગુનાના આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે. જેમાં એકમાં લૂટેલા દાગીના રિકવર થયા છે. જ્યારે બીજામાં પોલીસ રિકવરી કરવાના પ્રયાસમાં છે.

  1. સહાયના નામે વૃદ્ધાઓને છેતરતી ઠગબાજ મહિલાને પોલીસે ઝડપી
  2. રૂ.1.40 કરોડના સોનાના દાગીના લૂટનારા આરોપી ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.