ETV Bharat / state

Unseasonal Rain: રાજકોટ સહિતના જિલ્લાઓમાં માવઠાનો માર, ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ

author img

By

Published : Mar 22, 2023, 5:10 PM IST

Updated : Mar 22, 2023, 9:01 PM IST

રાજકોટના ઉપલેટામાં આજે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અહીં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ને આખરે બપોરે વરસાદ વરસતા લોકોએ તો ઠંડક અનુભવી હતી, પરંતુ ખેડૂતોના હાલ બેહાલ થયા હતા.

Unseasonal Rain: રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદની રિએન્ટ્રી, ઉપલેટાના ખેડૂતોએ સરકાર પાસે કરી માગણી

ખેડૂતોએ સહાય કરી માગ

રાજકોટઃ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેના કારણે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં પણ આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આના કારણે ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે.

આ પણ વાંચોઃ Bhavnagar News : ત્રણ વખત આંબે મોર બેઠા પરતું ત્રણેય વાર વરસાદ વિલન બન્યો

ખેડૂતોએ સહાયની કરી માગઃ ઉપલેટા શહેર તેમ જ તાલુકા પંથકની અંદર વહેલી સવારે વાદળછાયું વાતાવરણ હતું. ને બપોરના સમયે વાતાવરણમાં પલટો આવી જતા ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે જ ઉપલેટા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ બપોરના સમયે શરૂ થયો છે. આ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ અન્નદાતા ખેડૂતોની ચિંતામાં અત્યંત વધારો થઈ જતા ખેડૂતોને વરસાદ બાદ થયેલી નુકસાનીમાં સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે.

ઉપલેટાના ખેડૂતોને નુકસાન
ઉપલેટાના ખેડૂતોને નુકસાન

સરકાર સરવે કરાવી સહાય ચૂકવેઃ ખેડૂતોઃ ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના માજી સરપંચ નારણ આહિરે જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાના કારણે શહેર અને તાલુકા વિસ્તારના ખેડૂતોના ખેતરમાં તેમ જ ખેતરમાં તૈયાર થયેલો ઘઉં, ધાણા, જિરું સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વરસાદ વરસતા તૈયાર થયેલા માલ પર વરસાદી પાણી ફરી વળ્યું છે અને પલળી ગયો છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે નુકસાની થતા ખેડૂતોને સરકાર સરવે કરાવી સહાય ચૂકવે તેવી માગ કરી છે.

જિલ્લામાં મેઘમહેર
જિલ્લામાં મેઘમહેર

ખેડૂતોનો પાક પલળી ગયો હતોઃ હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકની અંદર છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદી વાતાવરણ જોવા મળે છે. આના કારણે થોડા દિવસ પહેલા જેતપુર માર્કેટિંગ યાર્ડના ખૂલ્લા મેદાનમાં પડેલી ખેડૂતોની ખેત પેદાશો તેમ જ મરચાં સહિતની ચીજવસ્તુઓ પલળી ગઈ હતી અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજકોટ શહેરમાં ધોધમાર
રાજકોટ શહેરમાં ધોધમાર

ધીમીધારે વરસાદઃ રાજકોટ સહિત જિલ્લા ભરમાં અનેક જગ્યા ઉપર ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને તૈયાર મોલ તેમ જ ખેતરમાં ઉભેલા મોલ પર અચાનક કમોસમી વરસાદ વરસતા સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

રાજકોટ શહેરમાં ધોધમારઃ બીજી તરફ રાજકોટ શહેરમાં એક કલાકની અંદર સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મધ્ય ઝોનમાં 21 મિમી, પૂર્વ ઝોનમાં 31 મિમી અને પશ્ચિમ ઝોનમાં 32 મિમી વરસાદ વરસ્યો હતો. તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી પાણી થઈ ગયું હતું.

અમરેલીમાં વરસાદઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ યથાવત્ રહ્યો હતો. અહીં ધારી ગીરપંથકના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. ગોવિંદપુર, સુખપુર, સરસિયા, કાંગશા સહિતના વિસ્તારો વરસાદ વરસતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું.

સાબરકાંઠામાં મેઘમહેરઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે ઈડરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અહીં ચૈત્રી નવરાત્રિના પહેલાં જ દિવસે સવારથી વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું હતું. અહીં વાદળછાયું વાતાવરણ જોવા મળતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. વરસાદી માવઠું થવાની શક્યતા વચ્ચે જગતનો તાત ચિંતામાં મુકાયો હતો.

Last Updated : Mar 22, 2023, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.