રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમબ્રાન્ચે માહિતી તેમજ રાજકોટના આઇવે પ્રોજેક્ટ હેઠળ લાગેલા સીસીટીવીના આધારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં થયેલ બાઇક ચોરી અને સોનાના ચેઇનની ચીલ ઝડપના ભેદ ઉકેલી નાખ્યા છે. ક્રાઇમબ્રાન્ચે શહેરના લીમડાચોક નજીકથી રાજાસિંઘ નારસિંઘ ખીચી અને શક્તિસિંઘ અવતારસિંઘ ખીચી નામના બે ઇસમોને ઝડપી પાડયા છે.
આ બન્ને ઈસમો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી બાઇક અને સોનાના ચેઇનની ચીલ ઝડપ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બંને ઈસમો દ્વારા જે તે વિસ્તારમાંથી પ્રથમ બાઇક ચોરી કરવામાં આવ્યા બાદ એ જ બાઇક પરથી સોનાના ચેઈનની ચીલ ઝડપ કરવામાં આવતી હતી. જેમની પૂછપરછમાં કુલ 7 જેટલી ચીલ ઝડપના ગુનાઓ ઉકેલાયા છે. બીજી તરફ રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પણ ચિલઝડપનો ભેદ ઉકેલી નાખનાર અધિકારીઓ અને પોલીસ જવાનોને ઇનામ પેટે રોકડ રૂપિયા 15 હજાર આપવામાં આવ્યા હતા.