ETV Bharat / state

Illegal Fetal Testing in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કૌભાંડનો પર્દાફાશ, 2ની ધરપકડ

રાજકોટ ક્રાઈમબ્રાન્ચ ટીમે ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કૌભાંડનો (Illegal Fetal Testing in Rajkot) પર્દાફાશ કર્યો છે. જેમાં એક મહિલા સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. જાણો સમગ્ર વિગત વાર મામલો...!

Illegal Fetal Testing in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ, બેની ધરપકડ

author img

By

Published : Mar 7, 2022, 9:17 AM IST

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ (Illegal Fetal Testing in Rajkot) કરનાર એક મહિલા સહિત બેની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવી રેડ પાડવા આવી હતી. ત્યારબાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જ્યારે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા નયન ગિરનાર અને બીના ઉર્ફે મીરા ડેડાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ગર્ભ પરિક્ષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, પોલીસે ડૉકટરની કરી ધરપકડ

બંને પાસેથી 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કરાયો

રાજકોટમાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ (Fetal Test in Rajkot) કરવામાં આવી રહ્યું છે, જે મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે મહિલા પોલીસ કર્મી ડમી ગ્રાહક બની ગર્ભ પરીક્ષણ માટે બીના ઉર્ફે મીરાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસે સંતકબીર રોડ પર એક રહેણાંક મકાનમાં બોલાવી ગર્ભ પરીક્ષણ (Case of Fetal Test in Rajkot) માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ ટ્રેપ સફળ થતા પોલીસે બે બીના અને નયનની નામના બે વ્યક્તિની ધરપકડ કરી અંદાજીત 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે હાલ આ બંને શખ્સની પોલીસ દ્વારા વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો : Case of Fetal Test in Rajkot : રાજકોટમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા બે શખ્સોની ધરપકડ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા શખ્સની ધરપકડ

રાજકોટ પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે, નયન ગીરનારા નામનો શખ્સ ઉનાના સામતેર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતો હોવાથી 11 માસ પહેલા વિદેશથી ગર્ભ પરીક્ષણ (Fetal Test Case in Rajkot) માટે મશીન ખરીદ્યું હતું. ત્યારબાદ રાજકોટની મહિલા બીના રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી ગર્ભ પરીક્ષણ કરાવવા ઈચ્છતી મહિલાનો સંપર્ક કરી બાદમાં 15000માં ઘરે જઇ ગર્ભ પરીક્ષણ કરી આપતી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે આરોપીની (Arrest in Rajkot Fetal Testing Case) ધરપકડ કરી તેની પાસેથી ગર્ભ પરીક્ષણ કરવા માટેનું મશીન, બે મોબાઇલ ફોન, એક કાર સહિત 6 લાખ 87 હજારનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.