રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં મોટીપાનેલી અને ભાયાવદરને જોડતો જૂનો રાજમાર્ગ એટલે રેલવેના 91નંબર ફાટક પર રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજ કરાતા અહીં કાયમી પાણી ભરાતા ખેતી કામે જતાં 200થી વધારે ખેડૂતો, ટ્રેકટરો, ગાડાઓ, બાઈક ચાલકો, રાહદારીઓ, અને માલધારીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. અંડરબ્રિજ નીચે કાયમી પાણી ભરાયેલ હોઈ છે. જેથી રસ્તાનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જ્યારે ખેતરોમાં પાક થયો હોય અને જે પાકને ખેતરોમાંથી બહાર લઈ જવાં માટે નાનાં મોટાં વાહનો આવી શક્તા નથી. તંત્રની મનાઈ હોવાં છતાં રેલ્વે તંત્ર દ્વારા કામ કરવામાં આવ્યું છે.
કાયમી પાણી ભરાવાથી લોકોને ઘણી તકલીફો ભોગવી પડે છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. જેથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં જો કોઇ યોગ્ય અને કાયમી આ પ્રશ્નનો હલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.