ETV Bharat / state

રાજકોટથી ત્રીજી શ્રમિક સ્પેશિયલ ટ્રેન બિહાર જવા રવાના

રજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલ્વે મેનેજમેન્ટ દ્વારા રાજકોટ રેલવે જંક્શન ખાતેથી વહેલી સવારે 9 કલાકે અંદાજિત 1168 જેટલા પરપ્રાંતિય મજૂરોને વતનમાં પરત ફરવા માટે 24 કોચની ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે.

ત્રીજી ટ્રેન: રાજકોટથી બિહારના ભાગલપુર સુધી 1168 શ્રમિકોને લઈને રવાના

author img

By

Published : May 7, 2020, 12:45 PM IST

રાજકોટ: કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. જેના ભાગરૂપે શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને સતત ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા રાજકોટ રેલવે જંક્શન ખાતેથી વહેલી સવારે 9 કલાકે અંદાજિત 1168 જેટલા પરપ્રાંતિય મજૂરોને વતનમાં પરત ફરવા માટે 24 કોચની ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

ત્રીજી ટ્રેન: રાજકોટથી બિહારના ભાગલપુર સુધી 1168 શ્રમિકોને લઈને રવાના
ત્રીજી ટ્રેન: રાજકોટથી બિહારના ભાગલપુર સુધી 1168 શ્રમિકોને લઈને રવાના

બિહાર અને ગુજરાત સરકાર વચ્ચે સંકલન સાધીને રાજકોટથી ભાગલપુર પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે શ્રમિકોની સંપૂર્ણ તબીબી ચકાસણી કરીને ટિકિટ આપવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આ પ્રમાણે રજીસ્ટ્રેશન કરીને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોનાના કપરા સમયમાં જરૂરિયાતમંદોને મદદ રૂપ થવા માટે જેટલા પરપ્રાંતિય શ્રમિકો લોકડાઉનમાં પોતાના વતન પરત જઇ શક્યા ન હતા. તેઓને વતન બિહાર પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની ટિકિટનો તમામ ખર્ચ કુલ રૂપિયા 9.34 લાખની ચૂકવણી સામાજિક સંસ્થા કાનુડામિત્ર મંડળ દ્વારા કરવામાં આવી હતી.

ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનોનું મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને 54 જેટલા શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા.

રાજકોટથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ અને ત્રિપલ લેયર માસ્ક તેમજ બાળકો માટે ચોકલેટ, ક્રિમ બિસ્કીટ, જેમ્સ બોલ, વેફરવાળા ફુડપેકેટ તથા રમકડાઓ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન પર શ્રમિકો માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

રેલવે તંત્ર દ્વારા સમગ્ર કોચને બે વખત સેનીટાઈઝ્ડ કરવામાં આવ્યા હતા. તેમજ રેલવે મુસાફરી દરમિયાન શ્રમિકોને બપોર તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવશે. અંદાજિત 30 જેટલા ટિકિટ એક્ઝામિનર તથા વરીષ્ઠ અધિકારીઓ દ્વારા કતારબંધ ઉભા રહીને શ્રમિકોને હાથ હલાવીને વિદાય આપી હતી.વિદાય વેળાએ રાજકોટ જંકશન ભારત માતા કી જય ના ગગનભેદી જયધોષ સાથે ગુંજી ઉઠ્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.