- રાજકોટ નજીક મંદિરમાં દાનપેટીમાંથી ચોરી
- ચોરીના દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયાં
- વાઘાવાળી મેલડી માતાજી મંદિરે 4 ચોર ત્રાટક્યા
રાજકોટઃ ચોરીની ઘટનાઓને આકાર આપતાં ચોર લોકોની આસ્થાના કેન્દ્ર સમાન મંદિરોની દાનપેટીઓને પણ બક્ષતાં નથી. રાજકોટ નજીક વાઘાવાળી મેલડી માતાજીના મંદિરે 4 તસ્કરે હાથ સાફ કર્યો હતો અને મંદિરની દાનપેટી ચોરી કરી હતી. આ ઘટના સીસીટીવીમાં જોકે ઝીલાઈ ગઈ હતી. cctvમાં સ્પષ્ટ દેખાય છે મંદિરની દાનપેટીને ઉપાડીને તસ્કરો જઇ રહ્યાં છે.
તીક્ષ્ણ હથિયારથી મંદિરના દરવાજાના તાળાં તોડીને તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો
cctvના આધારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ નજીક આવેલા ફાડદંગ ગામમાં મોડી રાત્રે ચાર તસ્કરોનું ટોળું વાધાવાળા મેલડી માતાજીના મંદિરમાં ચોરી કરવા ત્રાટકયુ હતું. તીક્ષ્ણ હથિયારથી મંદિરના દરવાજાના તાળાં તોડીને તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ મંદિરમાં ત્રાટકી માતાજીના ચાંદીના છત્ર, દાગીના તેમજ રોકડ રકમના મુદ્દામાલની ચોરી કરતા CCTVમાં દ્રશ્ય કેદ થયા હતાં. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પાલનપુરમાં તસ્કરો મંદિરની દાનપેટી ઉઠાવી ફરાર
પાલનપુર શહેરમાં તસ્કરોએ સંકટમોચક હનુમાનજીના મંદિરને નિશાન બનાવી મંદિરની દાનપેટીની ચોરી કરી હતી. આ મુદ્દે મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.