રાજકોટઃ ખેબચડા વિસ્તારની સીમમાંથી બાળકી મળી આવવાની ઘટનાનને પગલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળકીનો સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. હાલ બાળકીને વધુ સારી સારવાર મળી રહે તે માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
બાળકીની તબિયત અંગે CM રૂપાણીએ ડોક્ટર પાસેથી પણ માહિતી મેળવી હતી. ત્યારબાદ વિજય રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળકીની સારવારનો તમામ ખર્ચ ઉપાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બાળકીની સ્થિતિ હજુ નાજુક માનવામાં આવી રહી છે અને તેને શ્વાને ફાળી ખાધી હતી. તેથી બાળકીના શરીર પર 20 જેટલા ઘા જોવા મળ્યા હતા. આ ઘા પર હાલ ઇન્ફેક્શન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.