ETV Bharat / state

RMC કમિશનરે બાઇક રાઇડ દ્વારા અર્બન ફોરેસ્ટ ખાતેની સંપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી નિહાળી

author img

By

Published : Mar 23, 2021, 5:24 PM IST

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ બ્રિજ બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત 23 માર્ચના રોજ વહેલી સવારથી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા KKV ચોક-કાલાવડ રોડ, નાનામવા સર્કલ ખાતેના બ્રિજની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી.

ઉદિત અગ્રવાલ
ઉદિત અગ્રવાલ
  • અર્બન ફોરેસ્ટ ખાતેની સંપૂર્ણ પ્રોજેક્ટની કામગીરી RMC કમિશનરે નિહાળી
  • રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે બાઇક પર સવાર થઇને કરી સમીક્ષા
  • ઈલેક્ટ્રીક બસ ડેપો અને અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટની કરી સમીક્ષા

રાજકોટ : RMC(રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા શહેરમાં વિવિધ બ્રિજ બનાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત 23 માર્ચના રોજ વહેલી સવારથી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા KKV ચોક-કાલાવડ રોડ, નાનામવા સર્કલ ખાતેના બ્રિજની ચાલુ કામગીરીની મુલાકાત કરી હતી. તેમજ 80 ફૂટ રોડ, અમુલ સર્કલ પાસે બનનારા ઈલેક્ટ્રીક બસ ડેપો અને અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો - રાજકોટ મનપા કમિશ્નર દ્વારા અર્બન ફોરેસ્ટ સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લઈ સમીક્ષા કરાઈ

KKV ચોક, નાનામવા સર્કલ ખાતે નિર્માણ પામનારા બ્રિજની સમીક્ષા કરી

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમિયાન KKV ચોક અને નાનામવા સર્કલ ખાતે નિર્માણ પામનારા બ્રિજની રૂબરૂ સમીક્ષા કરી અને પ્રોગ્રસિવ રિપોર્ટ મેળવ્યા હતા. જે દરમિયાન 80 ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ઇલેકટ્રીક બસ માટે બનાવવામાં આવનારા બસ ડેપોની ચાલુ કામગીરી નિહાળી હતી. આગામી ટૂંક સમયમાં જ 50 ઈલેક્ટ્રીક બસ આવી રહી છે અને વધારાની નવી 100 ઈલેક્ટ્રીક બસની ટેન્ડર પ્રક્રિયા હાલ વાટાઘાટ તબક્કે પહોંચી છે. ભવિષ્યમાં આવનારી આ 100 બસ સહીત કુલ 150 ઈલેક્ટ્રીક બસ સંચાલન અને કંટ્રોલ આ એક જ સ્થળેથી થાય, તે માટે આ પ્લોટમાં રહેલી વધારાની જમીન જે હાલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્ટોર તરીકે ઉપયોગમાં લેવાય છે, તે ઇલેકટ્રીક બસ ડેપો માટે ફાળવવાની બાબતે સ્થળ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - જાન્યુઆરી-2021માં રાજકોટ આમ્રપાલી અન્ડરબ્રીજ ખુલ્લો મૂકાશે: મનપા કમિશનર

મ્યુનિસિપલ કમિશનરે બાઈક સવારી કરીને કર્યું નિરીક્ષણ

મંગળવારની વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાથે મનપાના વિવિધ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાલમાં અર્બન ફોરેસ્ટ ખાતેના ચાલુ પ્રોજેક્ટમાં થઈ રહેલી કામગીરીનું મ્યુનિ. કમિશનરએ બાઈક સવારી કરી નિરીક્ષણ કર્યું હતું. આ કામ વહેલાસર પૂર્ણ થાય તે માટે જરૂરી અધિકારીઓને સૂચનાઓ અને માર્ગદર્શન પણ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - રાજકોટ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.