ગોંડલ: રાજકોટ શહેરના ગોંડલમાં મંદિરના વયોવૃદ્ધ પૂજારી પરિવારની અત્રેના ગુણાતીતી નગરના રહીશો દ્વારા શ્રી જગદીશ્વર મહાદેવ મંદિરની પૂજા અર્ચના કરતા પૂજારી કિશોરઅદાને નિવૃત્ત થચા વિદાય આપવામાં આવી હતી.
પુજારીએ 16 વર્ષ સુધી સેવા આપ્યા બાદ પોતાની વધતી ઉંમરના લીધે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. તે અનુસંધાને મંદિરે દર્શનાર્થે આવતા ભક્તજનો દ્વારા રૂપિયા 1,00,000 નો ફાળો આપ્યો હતો, સાથે પૂજારીને સાલ ઓઢાડીને માનભેર મંદિરના પટાંગણમાં 'વિદાય સમારંભ' યોજવામાં આવ્યો હતો.
આ પ્રેરણાદાયી કાર્યને સિદ્ધ કરવા માટે જગદીશભાઈ સાટોડિયા, જેન્તીભાઇ લખતરીયા, ધીરુભાઈ ચૌહાણ, મનસુખભાઇ ધડુક, શૈલેષભાઇ ગજેરા, હરેશભાઇ ચૌહાણ, લાલજીભાઈ સાવલિયા સહિત ગુણાતીત નગરના લોકોએ જહેમત ઉઠાવી હતી.